Income Tax Return: આ કરદાતાઓએ આવતા મહિનાથી ડબલ TDS ચૂકવવો પડી શકે છે, જાણો તમારી સ્થિતિ

|

Jun 10, 2021 | 11:03 AM

જુલાઈથી કેટલાક કરદાતાઓએ ઊંચા દરે ટેક્સ કપાત (Tax Deducted At Source -TDS) ચૂકવવા પડશે.

Income Tax Return: આ કરદાતાઓએ આવતા મહિનાથી ડબલ TDS ચૂકવવો પડી શકે છે, જાણો તમારી સ્થિતિ
Income Tax Department

Follow us on

જુલાઈથી કેટલાક કરદાતાઓએ ઊંચા દરે ટેક્સ કપાત (Tax Deducted At Source -TDS) ચૂકવવા પડશે. ફાઇનાન્સ એક્ટ 2021 મુજબ જો કરદાતાએ છેલ્લા બે વર્ષમાં TDS ફાઈલ કર્યું નથી અને TDS વાર્ષિક રૂ 50,000 કરતાં વધુ ભરે છે તો આવકવેરા વિભાગ 1 જુલાઈથી આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કરતી વખતે વધુ ચાર્જ લેશે.

“ Budget2021 માં, આવકના કેટલાક પ્રકારનાં મામલામાં ટીડીએસ ઊંચા દરે કપાત કરવા માટે એક નવી કલમ 206 AB રજૂ કરવામાં આવી હતીજે અગાઉના બે વર્ષ આવકનું રિટર્ન ફાઇલ ન કરાયુ હોય અને વાર્ષિક કપાત રૂપિયા 50,000 થી વધુ છે તે મામલાઓમાં લાગુ પડે છે  તેમ ટેક્સ ટુવિનનાં સહ-સ્થાપક અને સીઈઓ અભિષેક સોનીએ જણાવ્યું હતું.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ નાણાકીય વર્ષ 2021 માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી દીધી છે. નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરમાં Tax Deducted At Source -TDS ની છેલ્લી તારીખ પરિપત્ર મુજબ 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે .આ અગાઉ ટીડીએસ ફાઇલ કરવાની મર્યાદા 31 મે હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

“ટીડીએસ ભરનારાઓ માટે આ મોટી રાહત છે કારણ કે આ રિટર્નમાં ઘણા બધા રેકોર્ડ્સ અને ડેટાને યોગ્ય રીતે તપાસવામાં આવે છે તેમ ટેક્સબડ્ડી ડોટ કોમના સ્થાપક સુજિત બંગરે જણાવ્યું હતું.” આ મુજબ ફોર્મ 16 જારી કરવાની નિયત તારીખ પણ 15 જૂનથી 15 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે.

આવકવેરા વિભાગે તાજેતરમાં કરદાતાઓ માટે નવા આઈટીઆર ઇ-ફાઇલિંગ પોર્ટલનું લોન્ચિંગ કર્યું છે. નવી વેબસાઇટ પર ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ટેક્સ કનેક્ટ એડવાઇઝરી સર્વિસિસ એલએલપીના પાર્ટનર વિવેક જલાને જણાવ્યું હતું કે નવા આવકવેરા રીટર્ન ઇ-ફાઇલિંગ પોર્ટલમાં કોઈ વ્યક્તિ અગાઉ રિટર્ન ફાઇલ કર્યું છે કે નહીં તેની તપાસ માટે નવી સુવિધા  છે.

“નવી કલમ 206 AB હેઠળ નિર્દિષ્ટ વ્યક્તિઓ માટે કે જેમણે છેલ્લા બે વર્ષથી આઇટીઆર ફાઈલ કર્યા નથી તેમણે વધુ ટીડીએસ ચૂકવવાનો રહેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કરદાતાએ તેની છેલ્લી બે આઇટીઆર ફાઇલ કરી છે કે નહીં તે તપાસવા માટે નવા ટેક્સ પોર્ટલમાં નવી સુવિધા છે તેમ જલાને કહ્યું હતું.

“જો કોઈ કંપની કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરે છે અને તે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવા પર 2% ટીડીએસ કાપવા માટે જવાબદાર છે તો તેણે પોર્ટલ પર જઈને તપાસ કરવી પડશે કે શું તેણે અંતિમ 2 આઇટીઆર ફાઇલ કર્યા કે નહીં ?જો છેલ્લા 2 ITR ફાઈલ કર્યા નથી અને એમાંથી કપાત કરાયેલ કુલ ટીડીએસ રૂપિયા 50,000 થી વધુ છે તો કંપનીએ તેના બદલે 5% ટીડીએસ કાપવાનો રહેશે તેમ ઉમેર્યું હતું.

Next Article