રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, કોને મળશે લાભ, વાંચો ITR સંબંધિત મહત્વના પ્રશ્નોના જવાબ

|

Jan 11, 2022 | 9:26 PM

AY 2021-22 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. જોકે આ રાહત માત્ર કોર્પોરેટ્સને જ આપવામાં આવી છે.

રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, કોને મળશે લાભ, વાંચો ITR સંબંધિત મહત્વના પ્રશ્નોના જવાબ
Income tax return Update

Follow us on

કોરોનાના સતત વધી રહેલા કેસોના (Corona Cases) પડકાર અને ઈલેક્ટ્રોનિક ફાઇલિંગમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે રિટર્ન ફાઈલ કરવામાં બિઝનેસ કરદાતાઓને રાહત આપતા ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવાની જાહેરાત કરી છે. સીબીડીટીએ આજે જાહેરાત કરી છે કે, AY 2021-22 (Assessment Year) માટે આઈટીઆર (Income Tax Return) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. તારીખોમાં આ છૂટ સામાન્ય કરદાતાઓ માટે નથી. CBDT ની આ રાહત સંબંધિત તમારા બધા પ્રશ્નોના જવાબો જાણો.

રિટર્ન ભરવાની છેલ્લી તારીખ કેમ લંબાવવામાં આવી ?

સીબીડીટી દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે,  કોવિડને કારણે ચાલી રહેલી મુશ્કેલી અને રીપોર્ટસની ઈલેકટ્રોનિક ફાઈલિંગમાં આવતી સમસ્યાઓને જોતા સીબીડીટીએ છેલ્લી તારીખો લંબાવી છે. આ સાથે બીજી ઘણી મહત્વની તારીખો આગળ ધપાવવામાં આવી છે.

તારીખોમાં લંબાવાય છે તેનો લાભ કોને મળશે

આ વધારો બિઝનેસ કરદાતાઓ માટે કરવામાં આવ્યો છે, રિટર્ન ફાઇલ કરવાની સાથે, કોર્પોરેટ કરદાતાઓએ ઘણી મહત્વપૂર્ણ ઔપચારિકતાઓ પણ પૂર્ણ કરવી પડે છે, આ સ્થિતિમાં, મુશ્કેલ પ્રક્રિયા અને કોવિડના પડકારને ધ્યાનમાં રાખીને, સીબીડીટીએ કરદાતાઓને સમય મર્યાદામાં રાહત આપવાની જાહેરાત કરી છે. આ રાહત તે કરદાતાઓને આપવામાં આવશે જેમણે કોઈપણ નિયમ હેઠળ તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાનું હોય છે. સમય મર્યાદા લંબાવાથી કરદાતાઓને ઓડિટ કરાવવાનો સમય મળશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સામાન્ય કરદાતાઓ પર નિર્ણયોની શું અસર થશે

CBDTનો આ નિર્ણય કોર્પોરેટ કરદાતાઓ માટે છે. આ સ્થિતિમાં આ નિર્ણયની સામાન્ય કરદાતાઓ પર કોઈ અસર નહીં થાય. એટલે કે, તેમના માટે રિટર્નની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી અને જે લોકો આ સમયગાળામાં તેમનું રિટર્ન ફાઇલ કરી શક્યા નથી તેમની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

જો નિયત સમય મર્યાદામાં રિટર્ન ફાઈલ કરવામાં ન આવે તો શું થશે ?

જો તમારી આવક 5 લાખ સુધીની છે તો લેટ ફી એક હજાર રૂપિયા હશે અને જો આવક 5 લાખથી વધુ છે તો આ લેટ ફી 10 હજાર રૂપિયા સુધી ચૂકવવી પડશે. જો તમારો ટેક્સ બાકી છે અને તમે 31 ડિસેમ્બર સુધીમાં તમારું રિટર્ન ભર્યું નથી, તો એક દિવસના વિલંબ માટે પણ તમારે આખા મહિના માટે 1 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. જો તમારો ટેક્સ વધુ કપાયો છે અને તમે રિફંડ લેવાના હતા પરંતુ 31મી સુધીમાં રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તમને આ રિફંડ લેવામાં પણ વિલંબ થશે.

 

આ પણ વાંચો :  TATA GROUP ના આ શેરે 1 વર્ષમાં રોકાણકારોને આપ્યું 2800 ટકા રિટર્ન, 1 વર્ષમાં 1 લાખ ના થયા 29 લાખ

Next Article