લોકો પોતાની આવકમાંથી પોતાના બજેટ અનુસાર બચત કરે છે. આ રકમનું જુદી-જુદી સ્કીમમાં રોકાણ કરે છે. તેમાંથી એક છે મ્યુચ્યુઅલ ફંડ. તેને ઈન્વેસ્ટ કરવા માટે એક ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે. તેમાં રોકાણ કરવામાં રિસ્ક છે, પરંતુ હાઈ રિટર્ન પણ મળે છે. તેથી ઘણા ઈન્વેસ્ટર્સ તેમાં રોકાણ કરે છે. આ સાથે જ તેઓ કેટલીક વખત ભૂલો પણ કરતા હોય છે, જેનાથી તેમને આર્થિક નુકશાન થઈ શકે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારેય પણ શોર્ટ ટર્મ માટે ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ નહીં. તેમાં મિનિમમ 7 વર્ષ માટે રોકાણ કરવું જોઈએ. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં લોન્ગ ટર્મમાં સારૂ રિટર્ન મળે છે. તેથી તમને ટૂંકા ગાળામાં રોકાણ કરવાથી આર્થિક નુકસાનની સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત તમારે રોકાણ કરતા પહેલા એક ટાર્ગેટ પણ સેટ કરવો જોઈએ.
ઈન્વેસ્ટમેન્ટ કરતી વખતે આપણે ટાર્ગેટ પર ધ્યાન આપવાની જરૂર છે, તો સાથે જ રોકાણની રકમને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જો તેના વિશે નહીં વિચારીએ તો હાઈ રિટર્નમાં મુશ્કેલી આવી શકે છે. જો તમે એક સાથે વધારે એમાઉન્ટનું રોકાણ કરો છો, તો તમારે રિસ્કને પણ ધ્યાન લેવું પડશે.
ઈન્વેસ્ટર્સ ઘણી વખત SIP માં રોકાણ બંધ કરે છે, જે ન કરવું જોઈએ. આ સિવાય તમારે કોઈ પણ ફંડમાંથી વારંવાર રકમ ઉપાડવી જોઈએ નહીં. કારણ કે, તમને SIP પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. જો તમે રકમ ઉપાડો છો, તો તે તમારા રિટર્નને પણ અસર કરે છે.
ઘણી વખત ઈન્વેસ્ટર્સ શેરબજારમાં આવતા ઘટાડાને કારણે ડરી જાય છે અને ફંડમાં રોકેલા નાણા ઉપાડે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રોકાણકારોએ શેરબજારમાં ઘટાડા પર પ્રતિક્રિયા ન આપવી. આ સાથે જ મ્યુચ્યુઅલ ફંડમાં હંમેશા લોન્ગ ટર્મ માટે જ રોકાણ કરવું જોઈએ.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)