જો મ્યુચ્યુઅલ ફંડમાં 10 વર્ષ માટે 10 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે અને રિટર્ન 1 ટકા વધે તો જાણો કેટલો વધારે ફાયદો થશે

|

Nov 14, 2023 | 2:29 PM

તમે મ્યુચ્યુઅલ ફંડમાં એક સાથે મોટી રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને સાથે જ SIP દ્વારા પણ દર મહિને નાની રકમનું રોકાણ કરી શકો છો. નિષ્ણાતોના મતે લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે. તમે લોન્ગ ટર્મ માટે ઈન્વેસ્ટ કરો છો, તો તમારું રિટર્ન 1 ટકા વધે છે.

જો મ્યુચ્યુઅલ ફંડમાં 10 વર્ષ માટે 10 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે અને રિટર્ન 1 ટકા વધે તો જાણો કેટલો વધારે ફાયદો થશે
2023માં ક્વોન્ટમ સ્મોલ કેપ ફંડ 48 ટકા, HDFC સ્મોલ કેપ ફંડ 1 વર્ષમાં 46 ટકા, ICICI પ્રોડેન્શીયલ સ્મોલ કેપ ફંડ 38 ટકા, કોટક સ્મોલ કેપ ફંડ 35 ટકા, એક્સિસ સ્મોલ કેપ ફંડ 34 ટકા રિટર્ન આપ્યું છે.

Follow us on

હાલમાં મ્યુચ્યુઅલ ફંડ એ રોકાણની એકદમ સરળ રીત છે. તેમાં નિયમિત રોકાણ કરીને તમે લોન્ગ ટર્મમાં મોટુ ફંડ ભેગું કરી શકો છો. તમે મ્યુચ્યુઅલ ફંડમાં એક સાથે મોટી રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને સાથે જ SIP દ્વારા પણ દર મહિને નાની રકમનું રોકાણ કરી શકો છો. નિષ્ણાતોના મતે લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે.

તમે લોન્ગ ટર્મ માટે ઈન્વેસ્ટ કરો છો, તો તમારું રિટર્ન 1 ટકા વધે છે. ચાલો જાણીએ કે, 10 વર્ષ માટે 10 લાખ રૂપિયાનું એક સાથે રોકાણ કરો તો રિટર્નમાં 1 ટકાનો વધારાથી કેવી રીતે નફો વધશે.

8 ટકાનું એવરેજ વાર્ષિક રિટર્ન

જો તમે 10 વર્ષ માટે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 10 લાખ રૂપિયાનું એક સાથે રોકાણ કરો છો અને સ્કીમનું વાર્ષિક સરેરાશ રિટર્ન 8 ટકા છે. મ્યુચ્યુઅલ ફંડ કેલ્ક્યુલેટર મુજબ, તમે મેચ્યોરિટી પર 21,58,925 રૂપિયાનું ફંડ મેળવી શકો છો.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

9 ટકાનું વાર્ષિક સરેરાશ વળતર

તમે 10 વર્ષ માટે મ્યુચ્યુઅલ ફંડમાં 10 લાખ રૂપિયાનું એક સાથે રોકાણ કરો છો અને તેનું વાર્ષિક સરેરાશ વળતર 9 ટકા છે. મ્યુચ્યુઅલ ફંડ કેલ્ક્યુલેટર મુજબ, તમે મેચ્યોરિટી પર 23,67,364 રૂપિયાનું ફંડ મેળવી શકો છો.

10 ટકા વાર્ષિક સરેરાશ રિટર્ન

તમે 10 વર્ષ માટે 10 લાખ રૂપિયાનું એકસાથે રોકાણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરો છો અને સ્કીમનું વાર્ષિક એવરેજ રિટર્ન 10 ટકા છે. મ્યુચ્યુઅલ ફંડ કેલ્ક્યુલેટર મુજબ, તમને મેચ્યોરિટી પર 25,93,742 રૂપિયાનું ફંડ મળશે.

આ પણ વાંચો : મ્યુચ્યુઅલ ફંડ દ્વારા વધારે રિટર્ન મેળવવા અપનાવો આ પદ્ધતિઓ, થોડા વર્ષોમાં તૈયાર થશે મોટું ફંડ

ચક્રવૃદ્ધિ વ્યાજ લોન્ગ ટર્મ માટે ફાયદાકારક

લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે ઈન્વેસ્ટર્સને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે. તમે એકસાથે રોકાણ કરો છો કે SIP દ્વારા રોકાણ કરો બધી જ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લાંબા ગાળે એવરેજ વાર્ષિક રિટર્ન 7 થી 12 ટકા રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં જેટલું વહેલા રોકાણ શરૂ કરવામાં આવે તેટલો વધારે ફાયદો થાય છે. હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે રોકાણ પર પણ બજારનું રિસ્ક રહેલું છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article