વધુ એક આર્થિક બોજ, આ ખાનગી બેંકે હોમ લોન પર વ્યાજ દરમાં કર્યો વધારો, હવે EMI વધી જશે

|

May 08, 2022 | 6:29 PM

જો કોઈ વ્યક્તિએ 35 લાખથી 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન (Home Loan) લીધી હોય તો વ્યાજ દર 7.10 ટકાથી 7.70 ટકાની વચ્ચે હશે. વ્યાજ દરમાં વધારો કે ઘટાડો પણ CIBIL સ્કોર પર નિર્ભર રહેશે. જો તમે 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે તો નવો વ્યાજ દર 7.10 ટકા હશે.

વધુ એક આર્થિક બોજ, આ ખાનગી બેંકે હોમ લોન પર વ્યાજ દરમાં કર્યો વધારો, હવે EMI વધી જશે
ICICI Bank increases interest rate

Follow us on

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 4 મેના રોજ અચાનક રેપો રેટ (Repo Rate)માં વધારો કર્યો હતો. અન્ય કેટલાક પોલિસી દરોમાં વધારો કરવામાં આવ્યો હતો. રેપો રેટમાં વધારો કરવાની જાહેરાત સાથે જ બેંકોએ લોનના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવાનું શરૂ કર્યું. ખાનગી બેંકો ICICI બેંક અને બેંક ઓફ બરોડા સહિત કેટલીક બેંકોએ વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. રેપો રેટમાં વધારાના બીજા દિવસે એટલે કે 5 મેના રોજ આ બંને બેંકોએ હોમ લોન (Home loan rate) પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી હતી. જો તમે ICICI બેંકના ગ્રાહક છો અને હોમ લોન લીધી છે તો તમારે નવા દરો અને EMI વિશે જાણવું જ જોઈએ.

ધારો કે તમે ICICI બેંકમાંથી 35 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. રેપો રેટમાં વધારો કર્યા પછી તમારો નવો વ્યાજ દર 7.10 ટકાથી 7.55 ટકા થઈ શકે છે. જો CIBIL સ્કોર સારો હશે તો વ્યાજ ઓછું થશે. તમે 20 વર્ષ માટે લોન લીધી છે અને તેનો દર 6.70 ટકા છે. તે મુજબ EMI 26,509 રૂપિયા હશે. રેપો રેટમાં વધારો કર્યા પછી નવી હોમ લોન રેટ 7.10 ટકા થશે અને નવી EMI 27,346 રૂપિયા થશે. આ રીતે હોમ લોનની EMIમાં 837 રૂપિયાનો ઉછાળો જોવા મળશે. એટલે કે તમારે હોમ લોન પર દર મહિને વધારાના 837 રૂપિયા ચૂકવવા પડશે.

કેટલી લોન પર કેટલી EMI

જો કોઈ વ્યક્તિએ 35 લાખથી લઈને 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન લીધી હોય તો વ્યાજ દર 7.10 ટકાથી 7.70 ટકાની વચ્ચે હશે. વ્યાજ દરમાં વધારો કે ઘટાડો પણ CIBIL સ્કોર પર નિર્ભર રહેશે. જો તમે 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે તો નવો વ્યાજ દર 7.10 ટકા હશે. જો કે જેમણે અગાઉ લોન લીધી છે, તેમણે 6.70 ટકાના દરે EMI ચૂકવવી પડશે. લોનની મુદત 20 વર્ષની હશે અને વર્તમાન EMI 37,870 રૂપિયા હશે. રેપો રેટ વધાર્યા બાદ વ્યાજ દર વધીને 7.10 ટકા થશે અને EMI વધીને 39,066 રૂપિયા થશે. આ રીતે જૂના EMI કરતાં 1,196 રૂપિયા વધુ ચૂકવવા પડશે. દર મહિને તમારા ખિસ્સા પર 1,196 રૂપિયાનું દબાણ વધશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જો 75 લાખ રૂપિયાની લોન લેવામાં આવે અને તેની મુદત 20 વર્ષ હોય તો EMIની ગણતરી આ રીતે થશે. વર્તમાન 6.70 ટકાના દરે રૂ. 60,592ની EMI કરવામાં આવશે. રેપો રેટ વધાર્યા બાદ હોમ લોન રેટ 7.10 ટકા થઈ જશે. નવી EMI 62,506 રૂપિયા હશે. આ રીતે જૂના અને નવા EMIમાં 1,914 રૂપિયાનો તફાવત રહેશે. દર મહિને વધારાના 1,914 રૂપિયા ચૂકવવા પડશે. રેપો રેટ વધારવાની સૌથી મોટી અસર એ છે કે હોમ લોન પર EMI ખર્ચ અચાનક વધી જાય છે.

ઘણી બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો છે

રેપો રેટમાં વધારા બાદ ICICI બેંકે વ્યાજ દરમાં વધારાની જાણકારી આપી હતી. બેંકે જાહેરાત કરી કે હોમ લોનનો દર હવે વધારીને 8.10 ટકા કરવામાં આવી રહ્યો છે. બેંકે 4 મેથી નવા દરો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. 4 મેના રોજ જ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ વધારવાની જાહેરાત કરી હતી. બીજી તરફ સરકારી બેંક ઓફ બરોડાએ કહ્યું કે બેંકે રિટેલ લોન માટે BRLLR વધારીને 6.90 ટકા કર્યો છે. નવા દરો 5 મેથી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેંક ઓફ બરોડાએ પણ 5 મેથી નવા દરો વધારવાની જાહેરાત કરી છે.

Next Article