ડીમેટ ખાતામાં શેર કેવી રીતે ટ્રાન્સફર કઇરીતે કરી શકાય ? જાણો આ બે સરળ રીત

|

Jun 12, 2021 | 8:39 AM

કેટલાક રોકાણકારો લાભના ભ્રમમાં અથવા અન્ય કારણોસર એકથી વધુ ડીમેટ ખાતા(demat account) ખોલે છે. આનાથી જુદા જુદા ખાતામાં રાખવામાં આવેલા શેરને ટ્રેક કરવું મુશ્કેલ બને છે.

ડીમેટ ખાતામાં  શેર કેવી રીતે ટ્રાન્સફર કઇરીતે કરી શકાય ? જાણો આ બે સરળ રીત
Dalal Street

Follow us on

કેટલાક રોકાણકારો લાભના ભ્રમમાં અથવા અન્ય કારણોસર એકથી વધુ ડીમેટ ખાતા(demat account) ખોલે છે. આનાથી જુદા જુદા ખાતામાં રાખવામાં આવેલા શેરને ટ્રેક કરવું મુશ્કેલ બને છે. જો શેર અલગ ડીમેટ ખાતામાં રાખવાને બદલે એક જગ્યાએ રાખવામાં આવે તો તેના ઉપર નજર રાખવું વધુ સરળ બને છે. તમે કયા સ્ટોકમાં કેટલું મૂલ્ય વધ્યું છે અથવા આપેલ સમયગાળામાં કેટલું વળતર આપ્યું છે તે તમે સરળતાથી શોધી શકો છો.

જો તમારી પાસે ઘણા ડીમેટ ખાતા છે તો પછી તમે સરળતાથી એકથી બીજામાં શેર્સ ટ્રાન્સફર કરી શકો છો. આ કાર્ય ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે થઈ શકે છે.

ઓફલાઇન પદ્ધતિ
જો શેર એનએસડીએલ (NSDL) અથવા સીડીએસએલ (CDSL)ની ડિપોઝિટરીમાં રાખવામાં આવ્યા છે. તો શેર એક ડીમેટથી બીજા ડિમેટ ખાતામાં ઓફલાઇન મોડ દ્વારા ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે, તમારે ડિલિવરી ઇન્સ્ટ્રક્શન સ્લિપ ભરવાની રહેશે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ફોર્મમાં તમારે ટ્રાન્સફર થનારા શેરનો આઇએસઆઇએન(ISIN) નંબર, કંપનીનું નામ (company name), ડીમેટ ખાતું અને તમે જે ખાતામાં તમારા શેર ટ્રાન્સફર કરવા માંગો છો તેનો ડીપી આઈડી(DP ID) ભરવો પડશે. પછી તમારે આ ફોર્મ બ્રોકર કંપનીની ઓફિસમાં સબમિટ કરવું પડશે.

ફોર્મ પ્રક્રિયા કર્યા પછી તમારા શેર્સ બીજા ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. બ્રોકર શેર ટ્રાન્સફર એપ્લિકેશન પર પ્રક્રિયા કરવા માટે થોડી ફી લઈ શકે છે. જો કે તમે જૂનું ડીમેટ ખાતું બંધ કરી રહ્યા છો તો કોઈ ફી લેવામાં આવશે નહીં.

ઓનલાઇન પદ્ધતિ 
જો શેર સીડીએસએલ (CDSL)ડિપોઝિટરીમાં છે તો તે ઓનલાઇન મોડ દ્વારા એક ડીમેટથી બીજા ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે તમારે ‘EASIEST’ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડશે.

સૌ પ્રથમ તમારે આ લિંક https://web.cdslindia.com/myeasi/Home/Login પર નોંધણી કરાવવી પડશે. ત્યારબાદ જે ડીમેટ ખાતામાં શેર રાખવામાં આવ્યા છે તેની માહિતી ભરવાની રહેશે. તે પછી તમારે ડીમેટ એકાઉન્ટને લિંક કરવું પડશે જેમાં તમે શેર ટ્રાન્સફર કરવા માંગો છો. 24 કલાક પછી તમે જૂના ડીમેટ ખાતામાંથી નવા ડિમેટ ખાતામાં શેર ટ્રાન્સફર કરી શકો છો.

Next Article