અનિલ અંબાણીની આ મોટી કંપનીની થઈ હરાજી, ખરીદવાની રેસમાં હવે માત્ર હિન્દુજા ગ્રુપ, લગાવી આટલી મોટી બીડ

રિલાયન્સ કેપિટલની બીજી હરાજીની પ્રક્રિયામાં, હિન્દુજા ગ્રૂપે પ્રથમ રાઉન્ડમાં રૂ. 9,510 કરોડ અને બીજા રાઉન્ડમાં રૂ. 9,650 કરોડની બોલી લગાવી હતી. પ્રથમ હરાજી ડિસેમ્બર 2022માં યોજાઈ હતી અને ત્યારબાદ ટોરેન્ટ ગ્રુપે સૌથી વધુ 8,640 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.

અનિલ અંબાણીની આ મોટી કંપનીની થઈ હરાજી, ખરીદવાની રેસમાં હવે માત્ર હિન્દુજા ગ્રુપ, લગાવી આટલી મોટી બીડ
Anil Ambani,Hinduja Group
| Edited By: | Updated on: Apr 27, 2023 | 3:50 PM

અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલની બીજા રાઉન્ડની હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ બીડમાં, હિન્દુજા જૂથે નાદાર પેઢીના ધિરાણકર્તાઓને રૂ. 9,650 કરોડની ઓફર કરી હતી, પહેલા રાઉન્ડમાં ટોરેન્ટ, જે પ્રથમ રાઉન્ડમાં રૂ. 8640 કરોડની ઓફર સાથે સૌથી વધુ બોલી લગાવનાર હતી, તેણે હરાજીમાં ભાગ લીધો ન હતો. આ સિવાય યુએસએની ઓકટ્રી કેપિટલે પણ બીડમાં ભાગ લીધો ન હતો.

ટોરેન્ટે શા માટે ભાગ લીધો ન હતો: ટોરેન્ટના જણાવ્યા અનુસાર, બીજા રાઉન્ડની હરાજીની પ્રક્રિયામાં કોઈ સ્પષ્ટતા ન હતી અને અમારી ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું, એમ એક સોર્સ દ્વારા પ્રમુખ મીડિયાને જમાવામાં આવ્યું હતું.ટોરેન્ટે આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રિલાયન્સ કેપિટલને ધિરાણકર્તાઓએ બીજી હરાજી કરવાનો નિર્ણય લીધા પછી ટોરેન્ટે આ પગલું ભર્યું હતું.

જણાવી દઈએ કેIndusInd Bank બેંકમાં હિન્દુજા ગ્રૂપનો હિસ્સો છે. જો હિન્દુજા ગ્રૂપની ઓફર સ્વીકારવામાં આવે તો તે રિલાયન્સ કેપિટલની બે વીમા કંપનીઓની માલિકી ધરાવશે.

હિન્દુજા ગ્રુપ ગયા વર્ષે બીજા નંબરે હતું

ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી પ્રથમ હરાજીમાં, હિન્દુજા જૂથ રૂ. 8,110 કરોડની બીડ સાથે બીજા ક્રમે આવ્યું હતું. આ પછી, તેણે હરાજી પ્રક્રિયા સિવાય રૂ. 9,000 કરોડની સુધારેલી બિડ રજૂ કરી હતી. આ જોતાં લેણદારોએ બીજી હરાજી યોજવાનું નક્કી કર્યું હતું. જો કે, ટોરેન્ટે હિન્દુજાની સુધારેલી બિડ અને બીજી હરાજીની માન્યતાને પડકારતી કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ, સુપ્રીમ કોર્ટે આ મામલે તેના અંતિમ ચુકાદામાં ધિરાણકર્તાઓને બીજી હરાજી કરવાની મંજૂરી આપી છે. હવે આ મામલે આગામી સુનાવણી ઓગસ્ટ 2023માં થવાની છે.

અનિલ અંબાણીનો કારોબાર કેમ ડૂબ્યો?

રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (RADG)ના વડા અનિલ ધીરુભાઈ અંબાણી 63 વર્ષના છે. એક સમય એવો હતો જ્યારે તેમનું નામ ટોચના કારોબારીઓમાં  બોલાતું હતું. વર્ષ 2010 પહેલા તેઓ વિશ્વના Top-10 સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ હતા અને એક સમય એવો હતો જ્યારે તેઓ વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ પણ બન્યા હતા પરંતુ સમય જતાં તેની સ્થિતિ નબળી પડવા લાગી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 3:48 pm, Thu, 27 April 23