હિંડનબર્ગ વિવાદ વકર્યો, Adani Group ના શેર થયા કકડભૂસ,ગ્રૂપ કંપનીઓના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો

|

Jan 27, 2023 | 1:17 PM

Adani Group ના શેરોમાં આજે ફરી વેચવાલી જોવા મળી રહી છે અદાણી ટોટલ ગેસ 20 ટકા, અદાણી ટ્રાન્સમિશન 19.77 ટકા, અદાણી ગ્રીન એનર્જી 20 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 15.66 ટકા, અદાણી પોર્ટ અને SEZ 18.07 ટકા, અદાણી વિલ્મર શેર 5.00 ટકા અને અદાણી પાવર 5 ટકા ઘટ્યા હતા.

હિંડનબર્ગ વિવાદ વકર્યો, Adani Group ના શેર થયા કકડભૂસ,ગ્રૂપ કંપનીઓના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો
Adani grup

Follow us on

Adani Enterprises Share Today : આજે શુક્રવારે અદાણી ગ્રૂપના શેરમાં દબાણ જોવા મળ્યું . શરૂઆતના ટ્રેડિંગમાં ગ્રુપના શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો થયો હતો. આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેને જૂથે ફગાવી દીધો છે અને તેનો હેતુ નુકસાનકારક ગણાવ્યો છે.

આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધી, અદાણી ટોટલ ગેસ 20 ટકા, અદાણી ટ્રાન્સમિશન 19.77 ટકા, અદાણી ગ્રીન એનર્જી 20 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 15.66 ટકા, અદાણી પોર્ટ અને SEZ 18.07 ટકા, અદાણી વિલ્મર શેર 5.00 ટકા અને અદાણી પાવર 5 ટકા ઘટ્યા હતા.

આ પણ વાંચો : સરકારનું વહી-ખાતું: 1 રૂપિયાની કમાણીમાં કેટલો ખર્ચ અને કેટલું દેવું? વાંચો Union Budget નું ગણિત

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

માર્કેટ ક્રેશ

આજે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. બીએસઈનો 30 શેરો ધરાવતો બેન્ચમાર્ક સેન્સેક્સ 970.42 પોઈન્ટ અથવા 1.65 ટકા ઘટીને 59,222.15 પર ટ્રેડ કરી રહ્યો હતો.

કાનૂની કાર્યવાહીની તૈયારીમાં છે અદાણી ગ્રુપ

અદાણી ગ્રૂપે ગુરુવારે હિંડનબર્ગના અહેવાલને બકવાસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે અમે ભારત અને અમેરિકાના કાયદા અનુસાર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છીએ. આ રિપોર્ટ અમારા એફપીઓને નુકસાન પહોંચાડવા માટે લાવવામાં આવ્યો છે. આ સાથે રિપોર્ટ જાહેર કરવાના સમયને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

અદાણી ગ્રુપ આજે ખુલ્યું

અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો 20,000 કરોડનો FPO આજથી સામાન્ય રોકાણકારો માટે ખુલી ગયો છે. આમાંથી 35 ટકા રિટેલ માટે અનામત રાખવામાં આવ્યા છે. તે 31 જાન્યુઆરી સુધી ખુલ્લું રહેશે. તેણે આ એફપીઓમાં એન્કર રોકાણકારો પાસેથી રૂ. 5,985 કરોડ એકત્ર કર્યા છે. એન્કર રોકાણકારોમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, બીએનપી પરિબાસ આર્બિટ્રેજ, સોસાયટી જનરલ, ગોલ્ડમેન સૅશ ઇન્વેસ્ટમેન્ટ (મોરિશિયસ) લિમિટેડ, મોર્ગન સ્ટેનલી એશિયા (સિંગાપોર) પીટીઇ, નોમુરા સિંગાપોર લિમિટેડ અને સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ મોરિશિયસનો સમાવેશ થાય છે.

Published On - 1:13 pm, Fri, 27 January 23

Next Article