શું તમે પણ QR કોડ અથવા UPI થી છેતરપિંડીનો શિકાર બન્યા છો? હવે સરકાર ખાતામાંથી પૈસા નહીં થવા દે ગાયબ

UPI આવતા જ આપણા બધાનું જીવન બદલાઈ ગયુ છે. પરંતુ ચોરો અને છેતરપિંડી કરનારાઓએ તેનાથી પણ વધુ 'કૌભાંડ' કરવાના રસ્તા શોધી નાખ્યા છે. ક્યારેક કોઈને યુપીઆઈ આઈડીની લિંક મોકલીને અથવા તો કોઈને ક્યૂઆર કોડ મોકલીને દરરોજ 'ફ્રોડ' કરવામાં આવે છે.

શું તમે પણ QR કોડ અથવા UPI થી છેતરપિંડીનો શિકાર બન્યા છો? હવે સરકાર ખાતામાંથી પૈસા નહીં થવા દે ગાયબ
UPI scam
| Edited By: | Updated on: Dec 07, 2023 | 4:45 PM

આજે નાનીથી નાની શાકભાજીની દુકાન હોય કે મોંઘી રેસ્ટોરન્ટમાં ભોજન હવે બધી જ જગ્યાએ લોકો UPI પેમેન્ટે કરતા થઈ ગયા છે. UPI આવતા જ આપણા બધાનું જીવન બદલાઈ ગયુ છે. પરંતુ ચોરો અને છેતરપિંડી કરનારાઓએ તેનાથી પણ વધુ ‘કૌભાંડ’ કરવાના રસ્તા શોધી નાખ્યા છે. ક્યારેક કોઈને યુપીઆઈ આઈડીની લિંક મોકલીને અથવા તો કોઈને ક્યૂઆર કોડ મોકલીને દરરોજ ‘ફ્રોડ’ કરવામાં આવે છે. તો કોઈ મેસેથી ઓટીપી માગીને છેતરપીંડી કરે છે. ત્યારે હવે સરકારે પણ આ તમામ ‘કૌભાંડો’ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

હકીકતમાં, નાણા મંત્રાલય, ભારતીય રિઝર્વ બેંક, ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે UPI સેવા પૂરી પાડતી સરકારી કંપની ‘નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (NPCI) સાથે ઓનલાઈન છેતરપીંડિ વીશે વિગતવાર ચર્ચા કરી છે.

કેવી રીતે થાય છે કૌભાંડ ?

સ્કેમર્સ તમને છેતરવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવે છે. આમાંની સૌથી લોકપ્રિય પદ્ધતિ એ છે કે લોકોને એસએમએસ મોકલવો કે તેઓને લોટરી જીતવાની કે ઘણા પૈસા મળવાની લોભામણી લાલચ આપે છે અને ઓટીપી નંબર માંગે છે. તેની માટે એક પ્રોસેસ હોય છે અને તેમાં પેમેન્ટ માટેની લિંક હોય અને પછી એકાઉન્ટ હેક કરવામાં આવે. આ પછી ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે. તાજેતરમાં, QR કોડનો ઉપયોગ કરીને છેતરપિંડીની ઘટનાઓ પણ જોવા મળી છે.

લોકો તમને QR કોડ મોકલે છે અને તમને તેને સ્કેન કરવા લલચાવે છે. જેમ તમે તે સ્કેન કરો છો, તમારા એકાઉન્ટની વિગતો તેમના સુધી પહોંચે છે અને પછી તમારા ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે. જો કે, હવે આ બધું જલ્દી બંધ થઈ શકે છે, કારણ કે સરકારે તેના પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે.

સરકારની શું છે આવી છેતરપીંડિને લઈને યોજના?

તમામ સરકારી એજન્સીઓ ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા અને સ્કેમર્સને દૂર કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. હવે સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે જ્યારે પણ કોઈ ડિજીટલ માધ્યમથી કોઈ મોટો પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરે ત્યારે તેની પાસે વધારાનું સેફ્ટી લેયર હોવું જોઈએ.

હાલમાં, UPI દ્વારા પેમેન્ટ કરતી વખતે, તમારે સ્કેન કર્યા પછી ફક્ત તમારો ‘PIN કોડ’ દાખલ કરવો પડશે, પરંતુ ટૂંક સમયમાં એવું ફિલ્ટર આવી શકે છે કે ચોક્કસ રકમથી વધુ ચુકવણી કરવા માટે, તમારે OTP પણ દાખલ કરવો પડશે. તાજેતરમાં, કેટલીક બેંકોએ તેમના ATMમાં પણ આવી સુવિધા શરૂ કરી છે, જ્યાં ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારે PIN કોડની સાથે OTP નંબર નાખવો પડશે અને આ બધાની સાથે સરકાર ડિજિટલ પેમેન્ટ એપમાં એવા ફીચર્સ ઉમેરવાનું પણ વિચારી રહી છે જે સિમ ક્લોનિંગ અને નકલી QR કોડને ઓળખી શકે. આ સિવાય NPCIએ બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીની ‘ભોલા’ સિરીઝ ચલાવીને લોકોને જાગૃત કરવા માટે એક અભિયાન પણ શરૂ કર્યું છે.