GUJARAT : સ્ટેટ GSTના રાજયભરમાં 21 પેઢીના 52 સ્થળો પર દરોડા, મોટી કરચોરી સામે આવે તેવી શકયતા

|

Jan 20, 2021 | 7:51 AM

GUJARAT :  સ્ટેટ GSTએ રાજ્યભરમાં દરોડા. એક સાથે 21 પેઢીઓના 52 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી.મોટા પ્રમાણમાં કરચોરી કરી હોવાની આશંકા

GUJARAT :  સ્ટેટ GSTએ રાજ્યભરમાં દરોડા પાડ્યા. એક સાથે 21 પેઢીઓના 52 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી. સ્ટીલના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ. તો મોટા પ્રમાણમાં કરચોરી કરી હોવાની આશંકાને પગલે દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ભાવનગર, ગાંધીધામ, અંજારમાં પણ વિવિધ પેઢીઓ પર દરોડા કરાયા છે. તપાસના અંતે મોટી કરચોરી સામે આવે તેવી શકયતા સેવાઈ રહી છે. અમદાવાદ સહિત 5 શહેરોમાં આવેલી ઇલેક્ટ્રોથર્મ લિમિટેડ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

 

Next Video