GST Update : સરકારે ધર્મને GST માંથી આપી છુટી, ધર્મશાળા પર નહીં ચુકવવો પડે GST ટેક્સ

|

Aug 06, 2022 | 2:16 PM

GST Update : CBIC એ કહ્યું કે જો ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓ પણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ધાર્મિક સ્થળોની સીમાની બહાર હોય, તો તેના પર GST લાગુ થશે નહીં.

GST Update : સરકારે ધર્મને GST માંથી આપી છુટી, ધર્મશાળા પર નહીં ચુકવવો પડે GST ટેક્સ
GST Update

Follow us on

GST Update : ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ (Dharamshala) દ્વારા ચલાવવામાં આવતી રહેણાક વ્યવસ્થા અથવા ધર્મશાળા કે જ્યાં લોકો રહે છે તે GST આકર્ષિત કરશે નહીં. નાણા મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે ભાડું હોવા છતાં ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓ પર કોઈ GST લાગશે નહીં.સરકારે

વાસ્તવમાં, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓ, જેનું ભાડું 1,000 રૂપિયા પ્રતિ દિવસ છે, તેણે GST કાઉન્સિલના નિર્ણય પછી 18 જુલાઈ, 2022 ના રોજ GST વસૂલવાનું શરૂ કર્યું. હકીકતમાં, GST કાઉન્સિલે તેની 47મી બેઠકમાં 1,000 રૂપિયા સુધીના હોટલના રૂમ પર 12 ટકા GST વસૂલવાનો નિર્ણય લીધો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સે તેના ટ્વીટમાં કહ્યું છે કે ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓ પર GST લાગુ નથી. સીબીઆઈસીએ આ અંગે ઘણી ટ્વિટ કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સે તેના ટ્વીટમાં કહ્યું છે કે જો ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ધાર્મિક સ્થળની સીમાની બહાર છે, તો તેના પર GST લાગુ થશે નહીં. CBIC અનુસાર, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને રૂમ ભાડે આપવા પર GST મુક્તિ મળી શકે છે.

નોન-આઈસીયુ રૂમ( Non-ICU Rooms) કે જેનું ભાડું 5,000 રૂપિયા પ્રતિ દિવસથી વધુ છે. તેના પર 5% GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે આ પછી, આ નવો નિયમ 18 જુલાઈ, 2022 થી લાગુ થઈ ગયો છે. પરંતુ ત્યારબાદ આ નિર્ણયની સતત ટીકા થઈ રહી છે. આ પહેલા નાણામંત્રીએ ઘણા ટ્વિટ કરીને લોકોની મૂંઝવણ દૂર કરી હતી. ફરી એકવાર નાણામંત્રીએ આ અંગે પોતાનો ખુલાસો રજૂ કર્યો છે.

Next Article