ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન માટે સરકારે વાહન ઉત્પાદકોને જાહેર કરી એડવાઈઝરી, ઘટશે પેટ્રોલનું બિલ

|

Dec 23, 2021 | 8:59 PM

સરકારે કાર ઉત્પાદકોને બહુવિધ ઇંધણ પર ચાલતા વાહનોમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ઇન્સ્ટોલ કરવા માટે છ મહિનાનો સમય આપ્યો છે.

ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન માટે સરકારે વાહન ઉત્પાદકોને જાહેર કરી એડવાઈઝરી, ઘટશે પેટ્રોલનું બિલ
Advisory issued for flex fuel engines (Nitin Gadkari - File Image)

Follow us on

પેટ્રોલ પર નિર્ભરતા ઘટાડવા માટે સરકારે ઓટો ઉત્પાદકોને ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન (flex fuel engines) અંગે એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Union Road Transport Minister Nitin Gadkari) ગુરુવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં કાર 100 ટકા ઇથેનોલ (ethanol) પર ચાલશે, જેનાથી પેટ્રોલ (petrol) પર નિર્ભરતા સમાપ્ત થશે.

કાર કંપનીઓને મળ્યો છે 6 મહિનાનો સમય

નીતિન ગડકરીએ કહ્યું કે એક દિવસ પહેલા જ મેં કાર ઉત્પાદકોને ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન બનાવવાની સલાહ આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. અમે કાર ઉત્પાદકોને બહુવિધ ઇંધણ પર ચાલતા વાહનોમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ઇન્સ્ટોલ કરવા માટે છ મહિનાનો સમય આપ્યો છે, ગડકરીએ જણાવ્યું હતું કે ટીવીએસ મોટર્સ અને બજાજ ઓટો જેવી કંપનીઓએ તેમના ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે ફ્લેક્સ-ફ્યુઅલ-ફ્રેન્ડલી એન્જિનનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ગડકરીએ કહ્યું, “ટૂંક સમયમાં જ ફોર વ્હીલર્સ 100 ટકા ઇથેનોલ પર ચાલશે. તેથી હવે આપણને પેટ્રોલની જરૂર નહીં પડે અને ગ્રીન ફ્યુઅલનો ઉપયોગ થવાથી પૈસાની પણ બચત થશે.”

ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન શું છે

ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન એ એક પ્રકારનું આંતરિક કમ્બશન એન્જિન છે જે એક કરતાં વધુ પ્રકારના ઇંધણ પર ચાલી શકે છે અને જો ઇચ્છિએ, તો તેને મિશ્રિત ઇંધણ પર પણ ચલાવી શકાય છે. આમાં પેટ્રોલની સાથે ઇથેનોલ અને મિથેનોલના મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે. ફ્યુઅલ કમ્પોઝિશન સેન્સર અને ઈસીયું પ્રોગ્રામિંગ જેવી ટેક્નોલોજીના આગમન સાથે, એન્જીન પોતાની રીતે જથ્થો નક્કી કરીને ફ્યુલનો ઉપયોગ કરી શકે છે. ફ્લેક્સ ફ્યુલથી ઈંધણની ખપત ઘટી જાય છે. આવા ઈંધણ પર ચાલતી ગાડિઓ ઓછું પ્રદુષણ ફેલાવે છે. આવી પરીસ્થીતિમાં કેન્દ્રીય મંત્રીએ તમામ ઓટોમોબાઈલ કંપનીઓને આ પહેલ શરૂ કરવાની અપીલ કરી છે.

ઉત્તર પ્રદેશને 9 હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ

આજે નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશને 9 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ ભેટમાં આપ્યા છે. આ પ્રોજેક્ટ મેરઠ અને મુઝફ્ફરનગરમાં છે. જેમાંથી કેટલીક યોજનાઓનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યારે કેટલીકનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મેરઠમાં આવી 8364 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ પછી નીતિન ગડકરીએ કહ્યું કે આ પ્રોજેક્ટ ખેડૂતોને તેમની ઉપજને બજારોમાં લઈ જવામાં મદદ કરશે.

તેમણે કહ્યું કે ઇથેનોલ, હાઇડ્રોજન અને અન્ય જૈવિક ઇંધણનું અર્થતંત્રમાં ઘણું મહત્વ છે. ઈથેનોલ મકાઈ અને શેરડીમાંથી તૈયાર કરવામાં આવે છે અને ભારતમાં આ બે પાકની કોઈ અછત નથી, તેથી ફ્લેક્સ ફ્યુઅલ દેશમાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને સરકાર શેરડી ઉગાડતા વિસ્તારોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારું બનાવી રહી છે.

આ પણ વાંચો :  Maharashtra: આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારની બેંગ્લોરમાંથી ધરપકડ, પોતાને ગણાવી રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો ફેન

Next Article