ખુશ ખબર ! SBI એ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 0.75 ટકા સુધીનો વધારો કર્યો, જાણો નવા દર

|

Jun 14, 2022 | 6:23 PM

SBIએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. રિઝર્વ બેંકે (RBI) તાજેતરમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં બેંકો લોનના વ્યાજ દરમાં વધારો જ નથી કરી રહી, પરંતુ તમારી જમા થયેલી મૂડી પર વધુ વળતર પણ આપી રહી છે.

ખુશ ખબર ! SBI એ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 0.75 ટકા સુધીનો વધારો કર્યો, જાણો નવા દર
SBI-account

Follow us on

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ ટર્મ ડિપોઝિટ (Term deposit) ના વ્યાજ દરમાં 50 થી 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારો બલ્ક ટર્મ ડિપોઝિટ માટે છે, જ્યારે રિટેલ ટર્મ ડિપોઝિટના વ્યાજ દરમાં 15-20 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે (RBI) તાજેતરમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં બેંકો લોનના વ્યાજ દરમાં વધારો જ નથી કરી રહી, પરંતુ તમારી જમા થયેલી મૂડી પર વધુ વળતર પણ આપી રહી છે. SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, હવે 2 કરોડથી ઓછી રિટેલ ટર્મ ડિપોઝીટ પર લઘુત્તમ વ્યાજ દર 2.90 ટકા અને મહત્તમ વ્યાજ દર 5.50 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારાનો લાભ મળશે. તેમના માટે લઘુત્તમ વ્યાજ દર 3.40 ટકા અને મહત્તમ વ્યાજ દર 6.30 ટકા છે.

SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 2 કરોડથી ઓછીની રિટેલ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝીટ પર આજથી વ્યાજ દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વ્યાજ દર 7-45 દિવસ માટે 2.90 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. 46-179 દિવસ માટે 3.90 ટકા, 180-210 દિવસ માટે 4.40 ટકાનો વ્યાજદર યથાવત રાખવામાં આવ્યો છે. 211-1 વર્ષ માટે વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.60 ટકા કરવામાં આવ્યો છે. 1-2 વર્ષની મુદતની થાપણો પર વ્યાજ દર 20 bps વધારીને 5.30 ટકા અને 2-3 વર્ષની મુદતની થાપણો માટે 15 બેસિસ પોઇન્ટ વધારીને 5.35 ટકા કરવામાં આવ્યો છે. વ્યાજ દર 3-5 વર્ષ માટે 5.45 ટકા અને 5-10 વર્ષ માટે 5.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.

જથ્થાબંધ થાપણો માટે વ્યાજ દરમાં 75 બીપીએસનો વધારો

2 કરોડથી વધુની સ્થાનિક બલ્ક ટર્મ ડિપોઝિટ માટે વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 7-45 દિવસ માટે બલ્ક ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દર 50 બેસિસ પોઈન્ટ વધારીને 3.50 ટકા કરવામાં આવ્યો છે. વ્યાજ દર 46-179 દિવસ માટે 50 bps વધીને 40 ટકા, 180-210 દિવસ માટે 75 bps વધીને 4.25 ટકા, 1 વર્ષ માટે 75 bps વધીને 211 દિવસથી 4.50 ટકા, 1-2 વર્ષ માટે દર 75 bps વધારીને 4.75 ટકા કરવામાં આવ્યો છે. વ્યાજ દર 2-3 વર્ષ માટે 4.25 ટકા, 3-5 વર્ષ માટે 4.50 ટકા અને 5-10 વર્ષ માટે 4.50 ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વરિષ્ઠ નાગરિકોને વધારાના 50 bpsનો લાભ

હવે બલ્ક ટર્મ ડિપોઝિટ માટે લઘુત્તમ વ્યાજ દર 3.50 ટકા છે અને મહત્તમ વ્યાજ દર 4.75 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારાનો લાભ મળશે. તેમના માટે લઘુત્તમ વ્યાજ દર વધીને 4 ટકા અને મહત્તમ વ્યાજ દર 5.25 ટકા થયો છે.

Next Article