Senior Citizens માટે સારા સમાચાર! હવે વૃદ્ધાવસ્થામાં પણ પૈસાની ચિંતા રહેશે નહીં, સરકાર આ નિર્ણય લાભદાયક બનશે

|

Apr 17, 2021 | 10:29 AM

વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ સારા સમાચાર મળવા જઇ રહ્યા છે. સરકાર વડીલો માટે વિશેષ યોજના બનાવી રહી છે.

Senior Citizens માટે સારા સમાચાર! હવે વૃદ્ધાવસ્થામાં પણ પૈસાની ચિંતા રહેશે નહીં, સરકાર આ નિર્ણય લાભદાયક બનશે
હવે 70 વર્ષના લોકો પણ રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળ ખાતું ખોલાવી શકશે.

Follow us on

વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ સારા સમાચાર મળવા જઇ રહ્યા છે. સરકાર વડીલો માટે વિશેષ યોજના બનાવી રહી છે. જો સરકાર આની ઘોષણા કરે છે તો પછી તમે 70 વર્ષની ઉંમરે પણ પેન્શન માટે પાત્ર થઈ શકો છો. એટલે કે 70 વર્ષના લોકો પણ રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળ ખાતું ખોલાવી શકશે. મતલબ હવે વૃદ્ધાવસ્થામાં પૈસાની ચિંતા રહેશે નહીં.

જાણો શું છે પ્લાન?
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ સરકારને દરખાસ્ત મોકલીને તેની મંજૂરી માંગી છે. નિયમનકારે જણાવ્યું છે કે NPS ખાતું ખોલવાની મહત્તમ વયમર્યાદા હાલના 65 વર્ષથી વધારીને 70 વર્ષ કરવી જોઈએ. પીએફઆરડીએ એ દરખાસ્તમાં એ પણ સમાવેશ કર્યો છે કે જો કોઈ વ્યક્તિ 60 વર્ષની વય પછી NPSમાં જોડાય છે તો તેને 75 વર્ષની વય સુધી ખાતું ચલાવવાની મંજૂરી આપવી જોઈએ અને વળતર આપવું જોઈએ.

મહત્તમ મર્યાદા વધારવા દરખાસ્ત
ઓથોરિટીના અધ્યક્ષ સુપ્રિમિમ બંધોપાધ્યાયે કહ્યું હતું કે છેલ્લાં 3.5 વર્ષમાં 60 વર્ષથી ઉપરના 15 હજાર લોકોએ NPS ખાતું ખોલાવ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મહત્તમ વયમર્યાદા 5 વર્ષ વધારવાની યોજનામાં શામેલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

NPSમાં પેન્શનની વય કેટલી છે?
એનપીએસમાં 60 વર્ષની વય સુધી જમા કરાયેલ રકમના આધારે પેન્શન નક્કી કરવામાં આવે છે જ્યારે APYમાં પેન્શન રૂ 1000 થી 5000 ની વચ્ચે નક્કી કરવામાં આવે છે. કેટલું પેન્શન મળશે તે તેના પર નિર્ભર રહેશે કે તમે દર મહિને જમા કરો છો.

Next Article