Gold Silver Price: રૂપિયામાં ઘટાડાને કારણે સોના-ચાંદીમાં આવ્યો ઉછાળો, જાણો 10 ગ્રામ સોનાની કિંમત

|

Aug 20, 2021 | 7:03 PM

Gold Latest Price: ડોલર સામે રૂપિયામાં આવેલા ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે.

Gold Silver Price: રૂપિયામાં ઘટાડાને કારણે સોના-ચાંદીમાં આવ્યો ઉછાળો, જાણો 10 ગ્રામ સોનાની કિંમત
સોના - ચાંદીના ભાવમાં જોવા મળી તેજી (તસવીર પ્રતીકાત્મક)

Follow us on

Gold Silver Latest Price: રૂપિયામાં ઘટાડો અને વૈશ્વિક બજારમાં મોંઘી ધાતુઓના ભાવમાં સુધારાની અસર આજે સ્થાનિક બજાર પર પણ જોવા મળી હતી. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 128 રૂપિયા વધ્યા હતા. ચાંદીના ભાવમાં માત્ર 6 રૂપિયાનો વધારો નોંધાયો હતો અને તે ગઈકાલના સ્તરે બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીમાં થોડો વધારો થયો છે.

 

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આજે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ક્લોઝીંગ ભાવ 46,353 (Gold rate today) પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીનો ક્લોઝીંગ ભાવ 60,897 (Silver rate today) પ્રતિ કિલો હતો. અગાઉના કારોબારી સત્રમાં સોનાનો ક્લોઝીંગ ભાવ 46,225 રૂપિયા અને ચાંદીનો ભાવ 60,891 રૂપિયા હતો. આજે ડોલર સામે રૂપિયો 20 પૈસા ઘટ્યો અને 74.44 પૈસા પર બંધ થયો.

 

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં બપોરે 3.40 વાગ્યે સોનું 1,782.65 ડોલર પ્રતિ આઉંસના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું. જ્યારે ચાંદી હાલમાં 0.65 ટકાના ઘટાડા સાથે 23.08 ડોલર પ્રતિ આઉંસના સ્તર પર કારોબાર કરી રહી છે.

 

MCX પર સોનાની કિંમત

એમસીએક્સ (MCX) પર પણ સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. સાંજે 4.14 વાગ્યે ઓક્ટોબર ડિલિવરી માટે સોનું 26 રૂપિયા વધીને 47,195 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ડિસેમ્બર ડિલિવરી માટે સોનું રૂ. 36ના વધારા સાથે 47,370 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું.

 

MCX પર ચાંદીની કિંમત

એમસીએક્સ (MCX) પર હાલમાં ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂ. 133ના ઘટાડા સાથે 62,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી. જ્યારે ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી 147 રૂપિયા ઘટીને 62,770 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.

 

ક્રૂડ ઓઈલ ત્રણ મહિનાના નીચલી સપાટીએ 

ડોલર સામે ભારતીય રૂપિયો 15 પૈસા ઘટીને 74.39ના સ્તર પર બંધ થયો. આ સમયે ડોલર ઈન્ડેક્સના લીલા રંગમાં 93.61ના સ્તર પર હતો. આ ઈન્ડેક્સ વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે. 10 વર્ષના યુએસ બોન્ડ યીલ્ડ -0.70 ટકા ઘટાડાની સાથે 1.233 ટકાના સ્તરે રહ્યું. આ સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત -0.63 ટકા ઘટીને 66.03 ડોલર પ્રતિ બેરલ પર આવી હતી. અત્યારે ક્રૂડ ઓઈલ ત્રણ મહિનાની નીચલા સપાટીએ છે.

 

આ પણ વાંચો : Ola Electric Car : વર્ષ 2023 માં ભારતીય રસ્તાઓ ઉપર Ola Electric Car દોડતી જોવા મળી શકે છે, જાણો શું કહ્યું Ola ના સીઈઓ ભાવિશ અગરવાલ

 

 

આ પણ વાંચો : Share Market : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારની ઘટાડા સાથે શરૂઆત, જાણો પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સમાં શું છે હલચલ

Next Article