
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 1,800 રૂપિયા વધીને 1,01,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ ભાવે પહોંચ્યું છે. સોમવારે સોનું 99,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. મંગળવારે સ્થાનિક બજારમાં 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ 2,800 રૂપિયા વધીને 1,02,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. પાછલા સત્રમાં સોનું 99,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

અખાત્રીજ 30 એપ્રિલના રોજ છે, જે સોનું ખરીદવા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. લગ્નની મોસમ મે મહિનાના અંત સુધી ચાલુ રહેશે. ડિસેમ્બર 2024 થી, સોનું 10 ગ્રામ દીઠ 22,650 રૂપિયા અથવા લગભગ 29 ટકા મોંઘું થયું છે. દરમિયાન, મંગળવારે ચાંદીના ભાવ 98,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહ્યા.