GOLD RATE : મોંઘુ થઇ રહ્યું છે સોનુ , જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

ભારત સહિત વિશ્વભરમાં કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ફરીથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગવા લાગ્યો છે અને તેઓ સુરક્ષિત રોકાણ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. આ જ કારણ છે સોનાના ભાવમાં (Gold Rate) માં સતત તેજી જોવા મળી રહી છે.

GOLD RATE : મોંઘુ થઇ રહ્યું છે સોનુ , જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Apr 09, 2021 | 9:37 AM

ભારત સહિત વિશ્વભરમાં કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ફરીથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગવા લાગ્યો છે અને તેઓ સુરક્ષિત રોકાણ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. આ જ કારણ છે સોનાના ભાવમાં (Gold Rate) માં સતત તેજી જોવા મળી રહી છે. બજારના નિષ્ણાંતો કહે છે કે છેલ્લા એક અઠવાડિયામાં જે રીતે ટ્રેન્ડ ચાલુ છે તે પ્રમાણે સોનું જલ્દી 50 હજારને પાર જશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના મજબૂત ભાવને કારણે બુલિયન માર્કેટમાં સોના-ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 31 માર્ચે 999 શુદ્ધતાવાળા સોનાની કિંમત 44190 રૂપિયા હતી જે 8 એપ્રિલે બજાર ખુલી ત્યારે 10 ગ્રામ દીઠ 46152 રૂપિયા પર પહોંચી છે. આ રીતે એપ્રિલમાં અત્યાર સુધીમાં 1962 રૂપિયામાં સોનું મોંઘું થઈ ગયું છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 43170 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

MCX GOLD
Current    46795.00    -43.00 (-0.09%)
Open       46,766.00
High       46,809.00
Low         46,741.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 48092
RAJKOT 999           – 48107
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   47620
MUMBAI   45560
DELHI        49260
KOLKATA  48140
(સોર્સ ગુડરિટર્ન્સ)

Follow Us
Loading...
Unable to load recommendations.