Gold Silver Price: સામાન્ય માણસો માટે સારા સમાચાર, સોનું થયું સસ્તું જાણો 10 ગ્રામની કિંમત

|

Aug 18, 2021 | 8:40 PM

Gold Price Today: આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકી ડોલર સામે રૂપિયાની તેજીને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. આજે જાણો 10 ગ્રામ સોનાની કિંમત શું છે.

Gold Silver Price: સામાન્ય માણસો માટે સારા સમાચાર, સોનું થયું સસ્તું જાણો 10 ગ્રામની કિંમત
સોનાના ભાવમાં જોવા મળ્યો ઘટાડો

Follow us on

સોના ચાંદીની કિંમત

ડોલર સામે રૂપિયામાં ઉછાળાને કારણે આજે સોના -ચાંદીની કિંમતમાં (Gold Silver Price today) દબાણ જોવા મળ્યું હતું. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનું 152 રૂપિયા ઘટીને 46,328 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 286 રૂપિયા ઘટીને 62,131 પર બંધ થયું. અગાઉના ટ્રેડિંગ સત્રમાં સોનાનો ભાવ 46,480 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીનો ભાવ 62,417 રૂપિયા પ્રતિ કિલો હતો.

આંતર રાષ્ટ્રીય બજારમાં સોના – ચાંદીની કિંમત

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સાંજે +0.04 ટકાના વધારા સાથે 1,788.60 ડોલર પ્રતિ આઉંસના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું. આ સમયે, ચાંદીનો ભાવ +0.25 ટકા વધીને  23.718 ડોલર પ્રતિ આઉંસ હતો. એક આઉંસમાં 28.35 ગ્રામ છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી રિસર્ચ) નવનીત દામાણીએ જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય બજારમાં હાલમાં સોનું એક સપ્તાહની ઉંચી સપાટીએ છે. ડેલ્ટા વેરિએન્ટના કેસોમાં વધારો થવાને કારણે કિંમતમાં વધારો થયો છે. યુએસ ઇકોનોમી પર મિશ્ર ડેટાને કારણે તે હાલમાં એક રેન્જમાં વેપાર કરી રહી છે.

સોનાની એમસીએક્સ (MCX) પર કિંમત

MCX પર હાલમાં સોનું થોડું દબાણ હેઠળ છે. ઓક્ટોબરમાં ડિલિવરી માટે સોનું 36 રૂપિયાના ઘટાડા સાથે 47244 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ડિસેમ્બર ડિલિવરી માટે સોનું 26 રૂપિયા વધીને 47460 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

ચાંદીની એમસીએક્સ (MCX) પર કિંમત

MCX પર ચાંદી હાલમાં ગઈકાલના રેટ લેવલે ટ્રેડ થઈ રહી છે. સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી માત્ર 3 રૂપિયા વધીને 63229 રૂપિયા પ્રતિ કિલોએ ટ્રેડ થઈ રહી હતી. ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂ .2 વધીને રૂ .63,953 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

ડોલર સામે રૂપિયો

આજે ડોલર સામે રૂપિયો 11 પૈસા મજબૂત થયો હતો અને 74.24 ના સ્તર પર બંધ થયો હતો. ડોલર ઇન્ડેક્સ આ સમયે 93.127 ના સ્તરે લાલ નિશાનીમાં હતો. આ ઇન્ડેક્સ વિશ્વની અન્ય છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે.

યુએસ બોન્ડ યીલ્ડમાં આજે ઉછાળો જોવા મળ્યો છે. ચાર દિવસના ઘટાડા બાદ આજે તેજી જોવા મળી રહી છે. હાલમાં, 10 વર્ષના યુએસ બોન્ડ યીલ્ડ +1.22 ટકાના વધારા સાથે  1.273 ટકાના સ્તરે જોવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ હાલમાં +1.14% ના વધારા સાથે 69.82 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું.

આ પણ વાંચો : Gold Price Today : સોનાનાં રોકાણકારો માટે મહત્વના સમાચાર, 1 તોલા સોનું 50,000 ના સ્તરે પહોંચવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

આ પણ વાંચો : IPO Allotment Status : Aptus Value Housing Finance IPOના શેરની થઇ રહી છે ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?

Published On - 8:28 pm, Wed, 18 August 21

Next Article