લૂંટી લો ! સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, 24 કેરેટ સોનાના રૂપિયા 20,800 ઘટ્યા

|

Jun 08, 2024 | 9:43 PM

દેશમાં સોનાની કિંમતમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે ભારતમાં 22 કેરેટ સોનાના ભાવ 19000 રૂપિયાના ઘટાડો થયો છે, તો 24 કેરેટ સોનાના ભાવમાં આજે 20,800 રૂપિયા ઘટાડો નોંધાયો છે.

લૂંટી લો ! સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, 24 કેરેટ સોનાના રૂપિયા 20,800 ઘટ્યા
Gold Rate

Follow us on

જો તમે લાંબા સમયથી સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હતા, તો તમારા માટે આ ખૂબ જ સારા સમાચાર છે. ભારતમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

સોનાની કિંમતમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે ભારતમાં 22 કેરેટ સોનાના ભાવ 1900 રૂપિયાના ઘટાડા સાથે 65,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં રૂપિયા 19,000નો ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવમાં આજે 2080 રૂપિયા ઘટીને 71,670 રૂપિયા થયો છે.

તો 24 કેરેટ સોનાના 100 ગ્રામની કિંમત 20,800 રૂપિયા ઘટીને 7,16,700 રૂપિયા થઈ ગઈ છે. 18 કેરેટ સોનાનો ભાવ આજે 1550 રૂપિયા ઘટીને 53,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો અને શનિવારે ભારતમાં 18 કેરેટ સોનાનો 100 ગ્રામનો ભાવ રૂપિયા 15,500 ઘટીને રૂપિયા 5,37,600 થયો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ભારતમાં આજે ચાંદીનો ભાવ

8 જૂને ભારતમાં ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે ભારતમાં ચાંદીનો ભાવ રૂ. 4,500 ઘટીને રૂ. 91,500 પ્રતિ કિલો અને 100 ગ્રામ ચાંદી રૂ. 450 ઘટીને રૂ. 9,150 પર આવી ગઈ છે.

ભારતમાં છેલ્લા 10 દિવસમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં વધઘટ

સોનાના ભાવમાં આજે 1900 રૂપિયાનો ભારે ઘટાડો થયો છે, 7 જૂને તે 300 રૂપિયા વધ્યો હતો, 6 જૂને 700 રૂપિયા વધ્યો હતો, 5 જૂને 200 રૂપિયા ઘટ્યો હતો, 4 જૂને 700 રૂપિયા વધ્યો હતો, 3 જૂને રૂ. 400નો ઘટાડો થયો, 2 જૂને કોઈ ફેરફાર થયો ન હતો, 1 જૂને રૂ. 200નો ઘટાડો થયો હતો, 31 મેના રોજ સ્થિર રહ્યો હતો, 30 મેના રોજ રૂ. 400 ઘટ્યો હતો, 29 મેના રોજ રૂ. 250 વધ્યો હતો અને 28 મેના રોજ રૂ.200નો ઉછાળો થયો હતો.

છેલ્લા 10 દિવસમાં ભારતમાં 1 કિગ્રા ચાંદીના ભાવમાં વધઘટ

ચાંદીના ભાવમાં આજે 4500 રૂપિયાનો જંગી ઘટાડો નોંધાયો છે, 7મી જૂને 2500 રૂપિયાનો વધારો, 6 જૂને 1800 રૂપિયાનો વધારો, 5 જૂને 2300 રૂપિયાનો જંગી ઘટાડો, 4 જૂને કોઈ ફેરફાર નહીં, 3 જૂને રૂ. 700 ઘટ્યો, 2 જૂને યથાવત રહ્યો, 1 જૂને રૂ. 2000 ઘટ્યો, 31 મેએ રૂ. 1000 ઘટ્યા, 30 મેએ રૂ. 1200 ઘટ્યા, 29 મેના રોજ રૂ. 1200નો ઉછાળો આવ્યો 1 મેના રોજ 3500 રૂપિયા અને 27 મેના રોજ 1500 રૂપિયાનો વધારો થયો હતો.

Published On - 9:42 pm, Sat, 8 June 24

Next Article