Go First Crisis: શું Go Frist એ નાદારીના નામે છેતરપિંડી કરી ? NCLT એ બે સપ્તાહમાં જવાબ માંગ્યો હતો

|

Jun 09, 2023 | 1:48 PM

Go First Crisis: NCLTએ Delhiveryની નોટિસને મંજૂરી આપી છે. જેમાં દિલ્હીવેરીએ Go first એરલાઇન પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

Go First Crisis: શું Go Frist એ નાદારીના નામે છેતરપિંડી કરી ? NCLT એ બે સપ્તાહમાં જવાબ માંગ્યો હતો
Go Frist

Follow us on

પોતાને નાદાર જાહેર કરી ચૂકેલી GoFirst એરલાઇનની મુસીબતો અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં NCLT એ દિલ્હીવેરીની નોટિસને મંજૂરી આપી છે. જેમાં Delhivery એ Go first એરલાઇન પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. નોટિસ અનુસાર, Delhiveryએ GoFirst એરલાઇન પર નાદારીના નામે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. જેના પર NCLTએ એરલાઇનને 2 અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે.

તમને જણાવી દઈએ કે, 2 મેથી ગો ફર્સ્ટ એરલાઈનની સેવાઓ બંધ છે. તાજેતરમાં, કંપનીએ 12 જૂન સુધી એરલાઇનની તમામ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં દિલ્હીવેરીએ ગો ફર્સ્ટની મુશ્કેલીઓ વધુ વધારી દીધી છે.

આ પણ વાંચો : Go First Cancelled Flights: GoFirst ની તમામ ફ્લાઈટ્સ 19 મે સુધી રદ કરવામાં આવી, રિફંડ અંગે એરલાઈને કહી આ વાત

નેપાળમાં કેમ રવિવારે રજા નથી રહેતી ? જાણો ચોંકાવનારું કારણ
Health Tips : પેશાબ કર્યા બાદ કેટલા સમય પછી પાણી પીવું યોગ્ય ? જાણો
Jheel Mehta Wedding: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સોનુ બની દુલ્હન
Plant Tips : પાંદડાવાળા શાકભાજીમાં વધારે ગ્રોથ જોઈએ છે ? આ ટીપ્સ અપનાવો
આ કામણગારી કાઠિયાવાડી યુવતીએ અલ્લુ અર્જુન પાસે લગાવ્યા ઠુમકા
B12 : ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન B12 ઘટશે નહીં, જાણો એક્સપર્ટ પાસેથી

Delhivery આ જણાવ્યું હતું

દિલ્હીવેરીના વકીલે જણાવ્યું કે 2 મેના રોજ GoFirst એરલાઈને Delhivery પાસેથી 57 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. એડવાન્સ ફ્યુચર સર્વિસના નામે લેવામાં આવી હતી. એટલે કે એરલાઇન કંપની જાણતી હતી કે તેઓ નાદારી નોંધાવવા જઈ રહ્યા છે, તેમ છતાં તેમણે દિલ્હીવેરી પાસેથી ઉધાર લીધું હતું. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડની કલમ 65 હેઠળ ગોફર્સ્ટ એરલાઇનને છેતરપિંડી બદલ 1 લાખથી 1 કરોડ સુધીનો દંડ થઈ શકે છે.

જોકે, NCLTમાં Delhiveryની ફરિયાદ અરજી મંજૂર કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહી કરતા GoFirst એરલાઈનને 24મી જુલાઈ પહેલા જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. જો એરલાઈન કંપની દોષી સાબિત થાય છે, એટલે કે જો કંપનીએ Delhivery પાસેથી છેતરપિંડી કરીને પૈસા લીધા છે, તો તેના પર દંડ પણ થઈ શકે છે.

ગો ફર્સ્ટે નાદારી અંગે માહિતી આપી હતી

ગો ફર્સ્ટ એરલાઈને 2 મેના રોજ NCLT સમક્ષ નાદારી અંગે માહિતી આપી હતી. કંપનીએ કહ્યું હતું કે તેની પાસે ભવિષ્યની સેવાઓ માટે પૂરતું ભંડોળ નથી. આવી સ્થિતિમાં, તે તેની સેવાઓનું સંચાલન કરી શકશે નહીં. આ માટે એરલાઇન કંપનીએ અમેરિકન કંપની પ્રેટ એન્ડ વ્હિટનીને જવાબદાર ઠેરવી હતી.

Next Article