
અબજોપતિ એવા ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચે કડવાશ ચાલી રહી હતી. દિવાળીના દિવસે જ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ બાદ નવાઝે તેના પતિ ગૌતમ સિંઘાનિયા પાસેથી તેની નેટવર્થના 75 ટકા હિસ્સો માગ્યો હોવાની વાત વહેતી થઈ છે.
આ અફવાઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી પતિ-પત્ની વચ્ચે કોઈ ઝઘડો થયો ન હોવાનું બહાર આવ્યું હતું. આ બાદ ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો છે કે તે તેની પત્નીથી અલગ થઈ રહ્યા છે. હવે ખબર આવી રહી છે કે પત્ની નવાઝે છૂટાછેડા માટે મોટી રકમની માગ કરી છે.
આ કેસ સાથે સંકળાયેલ એક વ્યક્તિએ આ અંગે માહિતી આપી હતી. આ મુજબ નવાઝે તેના પતિની કુલ 11,660 કરોડની સંપત્તિમાં 75% હિસ્સો માગ્યો છે. આ રકમ 8745 કરોડ રૂપિયા હતી. જેમાં બે છોકરીઓ નિહારિકા અને નિસા અને નવાઝ નો ભાગ રહેશે. જોકે આ વાતને લઈ ગૌતમ સિંઘાનિયા પણ સહમત છે.
ગૌતમ સિંઘાનિયાના નિધન બાદ તેમના પરિવારના સભ્યોને મિલકતનો વારસો મળશે. પરંતુ નવાઝ આ શરત સ્વીકારતા નથી. હાલમાં, રેમન્ડ ગ્રૂપ પાસે અનેક ટ્રસ્ટો છે. આમાં જે. કે. ટ્રસ્ટ અને સુનિતિ દેવી સિંઘાનિયા હોસ્પિટલ ટ્રસ્ટ મુખ્ય છે. હાલમાં આ તમામ ટ્રસ્ટનું નિયંત્રણ ગૌતમ સિંઘાનિયા પાસે છે. તેઓ ટ્રસ્ટના અધ્યક્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી છે અને તેમની પત્ની નવાઝ સભ્ય છે.
આ પણ વાંચો : 30મી નવેમ્બરે પીએમ મોદી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત, શરુ કરશે મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર
રેમન્ડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ દિવાળી દરમિયાન આ મોટો બોમ્બ ફોડ્યો હતો. તેણે જાહેર કર્યું કે તેણે તેની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા સાથેનું 32 વર્ષ જૂનું સુખી જીવન તોડી નાખ્યું છે. તેણે તેની પત્નીથી અલગ થવાનો નિર્ણય કર્યો. જોકે આ વાતને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
Published On - 8:06 pm, Wed, 29 November 23