24 જૂને ગૌતમ અદાણીનો 60મો જન્મદિવસ, અદાણી પરિવારનો 60 હજાર કરોડના દાનનો સંકલ્પ

|

Jun 23, 2022 | 9:42 PM

આ તમામ ક્ષેત્રોમાં સંકલિત વિકાસ (development) માટે મજબૂત પ્રયત્નો સાથે લક્ષિત સમુદાયો સાથે ફળદાયી કામ કરવાના સમૃદ્ધ અનુભવનું ભાથું અદાણી ધરાવે છે. આ પડકારોને યોગ્ય સંસાધનોથી પહોંચી વળવાથી આપણાં ભાવિ કાર્યબળની ક્ષમતા અને સ્પર્ધાત્મકતાના પાસાઓમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે.

24 જૂને ગૌતમ અદાણીનો 60મો જન્મદિવસ, અદાણી પરિવારનો 60 હજાર કરોડના દાનનો સંકલ્પ
Gautam Adani
Image Credit source: Twitter

Follow us on

આવતીકાલે એટલે કે 24 જૂને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો (Gautam Adani) જન્મદિવસ છે. આ વર્ષ ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીનું જન્મ શતાબ્દિનું વર્ષ છે. તેમજ ગૌતમ અદાણીના 60માં જન્મ દિવસની ઉજવણીની બેવડી ખુશીમાં શતાયુ ભવઃની શુભેચ્છાઓની અવિરત ભરમાર વચ્ચે અદાણી પરિવારે દેશની તાતી જરુરિયાત એવા સામાજીક ક્ષેત્રો માટે રૂ. 6૦ હજાર કરોડ રૂપિયાના માતબર દાનનો સાંકલ્પ કર્યો છે. દાનની આ રકમનો ઉપયોગ અને સાંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાાં આવશે.

ભારતની વિરાટ જનસંખ્યા માટે કલ્યાણકારી કાર્યો માટે વિવિધ શક્યતાઓનો ઉપયોગ કરવા માટે ખાસ કરીને આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં સતત વધી રહેલી આવશ્યકતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એ સમયની માંગ છે. આ દરેક ક્ષેત્રોમાં રહેલી ઉણપો ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને સાકાર કરવામાં અવરોધક છે. આ તમામ ક્ષેત્રોમાં સંકલિત વિકાસ માટે મજબૂત પ્રયત્નો સાથે લક્ષિત સમુદાયો સાથે ફળદાયી કામ કરવાના સમૃદ્ધ અનુભવનું ભાથું અદાણી ધરાવે છે. આ પડકારોને યોગ્ય સંસાધનોને પહોંચી વળવાથી આપણા ભાવિ કાર્યબળની ક્ષમતા અને સ્પર્ધાત્મકતાના પાસાઓમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે.

ગૌતમ અદાણીએ મીડિયાને જણાવ્યું

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યુ હતું કે મારી પ્રેરણાના મજબૂત સ્ત્રોત એવા મારા પિતાજીની 100મી જન્મજયંતિ હોવા ઉપરાંત આ વર્ષ મારા 60માં જન્મદિવસનું પણ વર્ષ હોવાથી પરિવારે ખાસ કરીને આપણા રાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંબંધી સખાવતી પ્રવૃતિઓ માટે 60 હજાર કરોડનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. આ ત્રણેય ક્ષેત્રોને લગતા કાર્યક્રમોને અત્યંત મૂળભૂત સ્તરે સર્વગ્રાહી રીતે જોવા જોઈએ અને તેઓ ભેગા મળીને સમાન અને ભાવિ-સજ્જ ભારતનું નિર્માણ કરવા માટે ચાલકોની રચના કરે છે.

મહાકાય યોજનાઓ તેના પ્લાનિંગ અને કાર્યરત કરવાના અમારા અનુભવ અને અદાણી ફાઉન્ડેશને સમાજ કલ્યાણના કરેલા કામમાંથી શીખ લેવાથી આ કાર્યક્રમોને અનન્ય રીતે વેગ આપવામાં અમને મદદ મળશે. અદાણી પરિવારનું આ યોગદાન એવા કેટલાક તેજસ્વી બુદ્ધિશાળીઓને આકર્ષવાનો ઈરાદો ધરાવે છે કે જેઓ અમારી ‘ગ્રોથ વિથ ગુડનેસ’ની ફિલસૂફીને પરિપુર્ણ કરવા માટે અદાણી ફાઉન્ડેશનની યાત્રામાં પરિવર્તન લાવવાનો જુસ્સો ધરાવે છે.”

અદાણી ભારતની અગ્રગણ્ય કંપનીઓમાં સામેલ

ભારતમાં અમદાવાદ ખાતે મુખ્ય મથક ધરાવતું અદાણી ગ્રુપ એ લોજીસ્ટીક (બંદરો, એરપોર્ટ, લોજીસ્ટિક, શિંપિંગ અને રેલ), સંસાધનો, વીજ ઉત્પાદન અને વિતરણ, રીન્યુએબલ એનર્જી, ગેસ અને આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ વગેરે ક્ષેત્રોમાં રસરુચિ સાથે વૈવિધ્યસભર વ્યવસાયોમાં સૌથી મોટો અને ઝડપથી આગેકુચ કરતો પોર્ટફોલિયો ધરાવે છે.

Next Article