ગૌતમ અદાણી ખરીદશે અનિલ અંબાણીની ફડચામાં ગયેલી કંપની, જાણો શું છે અદાણી ગ્રુપની યોજના?

|

Jul 12, 2023 | 9:13 AM

સંકટમાંથી પસાર થઈ રહેલા અનિલ અંબાણીની કંપનીને હવે ગૌતમ અદાણી ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ અનિલ અંબાણીના કોલ પાવર પ્લાન્ટને ગૌતમ અદાણી ખરીદવા માંગે છે.

ગૌતમ અદાણી ખરીદશે અનિલ અંબાણીની ફડચામાં ગયેલી કંપની, જાણો શું છે અદાણી ગ્રુપની યોજના?
Gautam Adani

Follow us on

Gautam Adani: ગૌતમ અદાણી અને તેમનું અદાણી ગ્રૂપ ફરીથી ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે અંતર્ગત તે ફંડ એકત્ર કરવાની સાથે રોકાણ પર ધ્યાન આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ સંકટમાંથી પસાર થઈ રહેલા અનિલ અંબાણીની કંપનીને હવે ગૌતમ અદાણી ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ અનિલ અંબાણીના કોલ પાવર પ્લાન્ટને ગૌતમ અદાણી ખરીદવા માંગે છે.

હાલમાં બેન્કરપ્સી કોર્ટ દ્વારા હરાજી કરવામાં આવી રહી છે. આ પાવર પ્લાન્ટનું નામ વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડ છે. નામ ન આપવાની શરતે માહિતી આપતાં લોકોએ જણાવ્યું હતું કે $2.8 બિલિયનનું ફંડ એકઠું કરનાર ગૌતમ અદાણીને મધ્ય ભારતમાં 600 મેગાવોટનું ઉત્પાદન કરતી વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ માટે સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

રિલાયન્સ અને અદાણી ગ્રુપ વચ્ચે સંઘર્ષ

બીજી તરફ રિલાયન્સ પાવર લિમિટેડ પણ આ પ્લાન્ટને પાછો મેળવવા માટે પ્રસ્તાવ લાવવા વિચારી રહી છે. નિષ્ણાતોની વાત માનીએ તો ચર્ચાઓ ચાલી રહી છે. અદાણી અને રિલાયન્સ પાવર બંને હજુ ઔપચારિક દરખાસ્તો સાથે આગળ આવવાના બાકી છે. રિલાયન્સે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે અદાણી જૂથના પ્રવક્તા તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. જો અદાણી પાવર પ્લાન્ટ મેળવવામાં સફળ થાય છે, તો તે તેના કોલ પાવર પ્રોજેક્ટ્સના પોર્ટફોલિયોમાં ઉમેરો કરશે. અદાણી ગ્રુપ જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિસર્ચ મામલામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકન શોર્ટ સેલરના રિપોર્ટ બાદ ગ્રુપના માર્કેટ કેપમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

અનિલ અંબાણીની સ્થિતિ નબળી

જો વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ અન્ય કોઈ કંપનીમાં જશે તો અંબાણીની સ્થિતિ વધુ નબળી થઈ જશે. એક સમયે અનિલ અંબાણી દેશના સૌથી મોટા અબજોપતિઓમાંના એક હતા. પરંતુ હવે ભારે નુકસાન સહન કર્યા પછી, તે વર્ષોથી પોતાને દેવું મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે અદાણી તેના પાવર પ્રોજેક્ટ્સનું વિસ્તરણ કરવાનું વિચારી રહી છે, ત્યારે આ બાબતથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે તેની શેરો બેંક અદાણી કેપિટલમાં હિસ્સો ખરીદવા માટે બેઇન કેપિટલ અને કાર્લાઇલ ગ્રુપ ઇન્ક સંભવિત બિડર્સમાં સામેલ છે.

Next Article