Gautam Adani ને 73 હજાર કરોડના નુકશાનથી ધનકુબેરોની યાદીમાં નીચે ધકેલાવાનું જોખમ, અદાણી એશિયામાં બીજા અને વિશ્વમાં 14 માં ક્રમના ધનિક

|

Jun 14, 2021 | 5:49 PM

અદાણી ગ્રુપ(Adani Group)ના સ્થાપક ગૌતમ અદાણી(Gautam Adani)ને આજે એક કલાકમાં 10 અબજ ડોલર (Rs 73,250 crore) નું નુકશાન થયું છે

Gautam Adani ને  73 હજાર કરોડના નુકશાનથી ધનકુબેરોની યાદીમાં નીચે ધકેલાવાનું જોખમ, અદાણી એશિયામાં બીજા અને વિશ્વમાં 14 માં ક્રમના ધનિક
Gautam Adani (chairman and founder of the Adani Group)

Follow us on

અદાણી ગ્રુપ(Adani Group)ના સ્થાપક ગૌતમ અદાણી(Gautam Adani)ને આજે એક કલાકમાં 10 અબજ ડોલર (Rs 73,250 crore) નું નુકશાન થયું છે શુક્રવારે Bloomberg Billionaires’ Index માં ગૌતમ અદાણીની સંપત્તિ ૭૭ અબજ ડોલર(Rs 5.64 lakh crore) નોંધાઈ હતી.જયારે અદાણી ગ્રુપનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ 9.5 લાખ કરોડ હતું. આ સિદ્ધિથી ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા જે પોતાનું સ્થાન ગુમાવે તેવો ભય ઉભો થયો છે.

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) એ ત્રણ વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI) ના ખાતાઓને ફ્રીઝ કર્યાના અહેવાલો પછી અદાણી જૂથની કંપનીના શેરોમાં આજે કારોબારની શરૂઆત સાથે કડાકો બોલ્યો હતો.

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે(National Securities Depository Ltd) ત્રણ વિદેશી ફંડ Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fund ના એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. આ સમાચાર ભારત અને એશિયાના બીજા સૌથી મોટા ધનિક ગૌતમ અદાણી (Gautam Adani)ની આગેવાની હેઠળના અદાણી જૂથ (Adani Group) માટે મોટા નુક્શાનનું કારણ બન્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ વિદેશી ફંડના અદાણી જૂથની 4 કંપનીઓમાં રૂ 43,500 કરોડથી વધુના શેર છે. એનએસડીએલ વેબસાઇટ અનુસાર આ એકાઉન્ટ્સ 31 મેથી અથવા તે પહેલાં ફ્રીઝ કરવામાં આવ્યા છે.

પરિણામે અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગેસ સહિતના અદાણી ગ્રૂપ શેરોમાં એનએસઈ પર લોઅર સર્કિટમાં 5 ટકાનો ઘટાડો થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝમાં 20 ટકાનો ઘટાડો થયો છે.

અદાણી જૂથના શેરોમાં 1 જાન્યુઆરી, 2021 ના રોજ રૂ.374.9 ની કિંમતે નોંધાયેલો શેર 11 જૂને 335 ટકાની જંગી વધારા સાથે Rs 1,625.8 ના સ્તરે પહોંચ્યો હતો એશિયામાં બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ શુક્રવાર સુધી જૂથના બજાર મૂલ્યમાં ઝડપી વૃદ્ધિના પગલે ચર્ચાના કેન્દ્રસ્થાને હતા તે હવે સર્જાયેલી કટોકટીના કારણે ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.

Published On - 4:57 pm, Mon, 14 June 21

Next Article