GANDHINAGAR : ગીફ્ટ સીટીને ફળ્યું બજેટ, કેન્દ્રીય બજેટમાં ગીફ્ટ સીટી માટે બે મહત્વની જાહેરાત

|

Feb 01, 2021 | 5:46 PM

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં GANDHINAGAR સ્થિત ગીફ્ટ સીટી અંગે જાહેરાત કરતા કહ્યું કે ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડક્લાસ ફિનટેક હબને વિકસાવાશે.

GANDHINAGAR : ગીફ્ટ સીટીને ફળ્યું બજેટ, કેન્દ્રીય બજેટમાં ગીફ્ટ સીટી માટે બે મહત્વની જાહેરાત

Follow us on

GANDHINAGAR પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી એટલે કે GIFT CITY એ ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ ગીફ્ટ સીટીમાં  9 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટમાં ગીફ્ટ સીટી માટે બે મહત્વની જાહેરાત કરી છે.

ગીફ્ટ સીટીમાં બનશે વર્લ્ડક્લાસ ફિનટેક હબ
આજે રજૂ થયેલું કેન્દ્રીય બજેટ (UNION BUDGET 2021) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી એટલે કે ગીફ્ટ સીટીને ફળ્યું છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં GANDHINAGAR સ્થિત GIFT CITY અંગે જાહેરાત કરતા કહ્યું કે ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડક્લાસ ફિનટેક હબને વિકસાવાશે. ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડક્લાસ ફિનટેક હબ બનવાથી એના થકી યુવાઓ માટે આશરે 1.5 લાખ નવી નોકરીની તકો સર્જાશે, એમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2021ની ઘોષણામાં જણાવ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

27 હજાર કરોડના ફંડ સાથે DFIની પણ સ્થાપના
GIFT CITYમાં બનનાર ફિનટેક હબ દ્વારા વૈશ્વિક તકોને પિછાણીને એના આધારે સ્થાનિક કામગીરી દ્વારા સ્થાનિક સ્તરે રોજગારની નવી તકોનું સર્જન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવામાં આવશે. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા દીર્ઘકાલીન પ્રોજેક્ટ માટે ભંડોળની ઊણપને જોતાં નાણામંત્રીએ ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશનની-DFI સ્થાપનાની પણ જાહેરાત કરી છે, જેની પાસે રૂ. 27,000 કરોડની મૂડીનું વૈધાનિક સમર્થન રહેશે. આ DFIનું વ્યાવસાયિક રીતે સંચાલન કરાશે.

Next Article