Fuel Demand August : ઓગસ્ટમાં પણ વધી પેટ્રોલની માગ, પરંતુ ડીઝલનો વપરાશ ઘટ્યો, જાણો આંકડાનું ગણિત

|

Sep 01, 2021 | 7:30 PM

ઓગસ્ટ મહિનામાં પેટ્રોલિયમ કંપનીઓએ 24.3 લાખ ટન પેટ્રોલ વેચ્યું હતું. ઓગસ્ટ 2020 ની સરખામણીમાં આ 13.6 ટકા વધારે છે. જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં ડીઝલના વેચાણમાં પણ 9.3 ટકાનો ઘટાડો થયો છે.

Fuel Demand August : ઓગસ્ટમાં પણ વધી પેટ્રોલની માગ, પરંતુ ડીઝલનો વપરાશ ઘટ્યો, જાણો આંકડાનું ગણિત
મે મહિનામાં માંગ સૌથી ઓછી હતી.

Follow us on

દેશમાં ઇંધણની માંગને લઈને ઓગસ્ટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન, પેટ્રોલનો વપરાશ સતત વધતો રહ્યો, જ્યારે ડીઝલની માંગમાં ઘટાડો થયો. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા ડેટા પરથી આ માહિતી મળી છે. પેટ્રોલનું વેચાણ પહેલાથી જ મહામારીના પુર્વ સ્તરે પહોંચી ગયું છે.

મળેલી માહિતી અનુસાર, જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ ઓગસ્ટમાં 24.3 લાખ ટન પેટ્રોલ વેચ્યું હતું. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતા 13.6 ટકા વધારે છે. આ સાથે, પેટ્રોલના વેચાણનો આંકડો મહામારીના પુર્વ સ્તરને પાર કરી ગયો છે. ઓગસ્ટ 2019 માં પેટ્રોલનું વેચાણ 23.3 લાખ ટન રહ્યું હતું.

દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બળતણનું વેચાણ એટલે કે ડીઝલ હજુ મહામારીના પુર્વ સ્તરે પહોંચ્યું નથી. ઓગસ્ટમાં ડીઝલનું વેચાણ 49.4 લાખ ટન રહ્યું, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 15.9 ટકા વધારે છે. જોકે, ઓગસ્ટ, 2019 ની સરખામણીમાં તે 9.8 ટકા ઓછુ છે.

Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ
Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, જુઓ Photos
Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ
તમારા દરેક ટ્રાન્જેક્શન પર છે આવકવેરા વિભાગની ચાપતી નજર, વાંચો કેવી રીતે આવી શકે છે નોટીસ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે
રાશા થડાનીએ કઈ શાળામાં અભ્યાસ કર્યો, જુઓ ફોટો

જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં ડીઝલનું વેચાણ ઘટ્યું છે

જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં ડીઝલના વેચાણમાં પણ 9.3 ટકાનો ઘટાડો થયો છે. તેનું કારણ એ છે કે ચોમાસા દરમિયાન આવાગમન ઓછું થાય છે, જેના કારણે ડીઝલની માંગ પર અસર પડી રહી છે. ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં ડીઝલનો વપરાશ મહામારીના પુર્વ સ્તરથી આઠ ટકા ઓછો હતો. માર્ચમાં દેશમાં ઇંધણની માંગ લગભગ સામાન્ય સ્તરે પહોંચી ગઈ હતી, પરંતુ તે પછી કોવિડ -19 ની બીજી લહેરને કારણે વિવિધ રાજ્યોમાં લોકડાઉન લાદ્યું. આ કારણે, આવાગમનની સાથે આર્થિક પ્રવૃત્તિઓ પણ પ્રભાવિત થઈ હતી.

મે મહિનામાં સૌથી નીચા સ્તરે વેચાણ

આ વર્ષે મે મહિનામાં ઈંધણની માંગ ગયા વર્ષે ઓગસ્ટ પછીના સૌથી નીચા સ્તરે આવી ગઈ હતી. વિવિધ રાજ્યોમાં પ્રતિબંધોને કારણે માંગમાં ઘટાડો થયો હતો. જૂનમાં નિયંત્રણો હળવા થયા બાદ માંગમાં થોડો સુધારો થયો છે. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) ના ચેરમેન એસએમ વૈદ્યએ જણાવ્યું હતું કે પેટ્રોલનો વપરાશ મહામારીના પહેલાનાને સ્તર પાર કરી ગયો છે. લોકો આજે જાહેર પરિવહન કરતાં પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે.

દિવાળી સુધીમાં ડીઝલનું વેચાણ સામાન્ય થવાની ધારણા 

વૈદ્યે કહ્યું કે જો રોગચાળાની ત્રીજી લહેરને કારણે લોકડાઉન લાદવામાં નહીં આવે તો ડિઝલનું વેચાણ પણ નવેમ્બરમાં દિવાળીની આસપાસ મહામારીના પુર્વ સ્તરે પહોંચી જશે. ઓગસ્ટમાં એલપીજી સિલિન્ડરોની માંગ વાર્ષિક ધોરણે 1.85 ટકા વધીને 2.32 લાખ ટન થઈ છે. એલપીજી એકમાત્ર એવું બળતણ છે  લોકડાઉન દરમિયાન પણ તેની માંગ પર અસર થઈ નથી. જોકે, એલપીજીની માંગ ઓગસ્ટ 2019 ની સરખામણીમાં 2.4 ટકા ઓછી થઈ છે.

આ વર્ષના અંત સુધીમાં ATFની માંગ સામાન્ય થઈ જશે

માર્ચ, 2020 માં હવાઈ મુસાફરી પરના પ્રતિબંધો પછી, એરક્રાફ્ટ ફ્યુઅલ (એટીએફ) ની માંગમાં તીવ્ર ઘટાડો થયો હતો. વૈદ્યએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં એટીએફની માંગ સામાન્ય થઈ જશે. વિશ્વભરમાં પ્રતિબંધોને કારણે, એરલાઇન કંપનીઓએ હજી સુધી સંપૂર્ણ કામગીરી શરૂ કરી નથી. ઓગસ્ટમાં જેટ ઈંધણની માંગ એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ 41.7 ટકા વધીને 350,000 ટન થઈ છે. જોકે, ઓગસ્ટ, 2019 ની સરખામણીમાં તે 44.5 ટકા ઓછી છે.

આ પણ વાંચો :  Social Media Business: શું તમારે પણ લોકોની જેમ Instagram ની મદદથી પૈસા કમાવા છે ? વાંચો આ અહેવાલ

Published On - 7:29 pm, Wed, 1 September 21

Next Article