Forex Reserve : વિદેશી મુદ્રા ભંડાર પહેલીવાર 600 અબજ ડોલરને પાર પહોંચ્યો, જાણો દેશની તિજોરીમાં કેટલું છે સોનું ?

|

Jun 12, 2021 | 9:45 AM

દેશનો વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves/Forex Reserves) 4 જૂન ૨૦૨૧ ના રોજ સમાપ્ત થતા સપ્તાહમાં 6.842 અબજ ડોલર વધીને 605.008 અબજ ડોલરની વિક્રમી સપાટી પર પહોંચી ગયું છે.

Forex Reserve : વિદેશી મુદ્રા ભંડાર પહેલીવાર 600 અબજ ડોલરને પાર પહોંચ્યો, જાણો દેશની તિજોરીમાં કેટલું છે સોનું ?
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

દેશનો વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves/Forex Reserves) 4 જૂન ૨૦૨૧ ના રોજ સમાપ્ત થતા સપ્તાહમાં 6.842 અબજ ડોલર વધીને 605.008 અબજ ડોલરની વિક્રમી સપાટી પર પહોંચી ગયું છે. પહેલીવાર તે 600 અબજ ડોલરને પાર કરી ગયું છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India)એટલે કે RBI દ્વારા જારી કરાયેલા આંકડામાં આ માહિતી સામે આવી છે.

આ અગાઉ 28 મે, 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય ભંડાર 5.271 અબજ ડોલર વધીને 598.165 અબજ ડોલર થયું છે. 21 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 2.865 અબજ ડોલર વધીને 592.894 અબજ ડોલર નોંધાયું હતું. આ ઉપરાંત 14 મે, 2021 ના રોજ પૂરા થયેલા છેલ્લા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 56.3 કરોડ ડોલર વધીને 590.028 અબજ ડોલર થઈ થયું હતું.

FCAમાં વધારાને કારણે ફોરેક્સ રિઝર્વમાં વધારો
28 મી મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય ભંડારમાં વધારો મુખ્યત્વે વિદેશી ચલણ સંપત્તિ એટલે કે FCA (Foreign Currency Assets) માં વધારો થવાનું કારણ હતું, જે કુલ ચલણ ભંડારનું એક મહત્વપૂર્ણ ઘટક છે. રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા સાપ્તાહિક ડેટા મુજબ રિપોર્ટિંગ સપ્તાહ દરમિયાન વિદેશી ચલણની સંપત્તિ 7.362 અબજ ડોલર વધીને 560.890 અબજ ડોલર થઈ છે એફસીએ ડોલરમાં વ્યક્ત થાય છે. આમાં ડોલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેનમાં પણ અસ્કયામતોનો સમાવેશ થાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દેશના સોનાના ભંડારમાં ઘટાડો થયો
રિપોર્ટિંગ સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર 50.2 કરોડ ડોલર ઘટીને 37.604 અબજ ડોલર પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) માં એસડીઆર એટલે કે વિશેષ અધિકાર 1 મિલિયન ડોલર ઘટીને 1.513 અબજ ડોલર થયા છે. આઈએમએફ પાસે દેશના ભંડારમાં પણ 16 મિલિયન ડોલરનો ઘટાડા સાથે 5 અબજ ડોલર થયો છે.

Next Article