સતત ત્રીજા અઠવાડિયે વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો ઘટાડો, જાણો કેટલું છે હાલમાં વિદેશી મુદ્રા ભંડાર

|

Oct 02, 2021 | 7:54 PM

સતત ત્રીજા સપ્તાહે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો નોંધાયો છે. આ અઠવાડિયે તે આશરે 1 બિલિયન ડોલર ઘટીને 639 બિલિયન ડોલરની નજીક આવી ગયું છે.

સતત ત્રીજા અઠવાડિયે વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો ઘટાડો, જાણો કેટલું છે હાલમાં વિદેશી મુદ્રા ભંડાર
ડોલરની મજબૂતીના કારણે વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે.

Follow us on

Foreign Exchange Reserves: 24 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 99. 7 કરોડ ડોલર ઘટીને 638.646 બિલીયન ડોલર થયું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવારે તેના લેટેસ્ટ ડેટામાં આ માહિતી આપી છે. તેના કારણે 17 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 1.47 બિલીયન ડોલર ઘટીને 639.642 બિલીયન ડોલર થઈ ગયુ હતુ.

 

આ પહેલાં 3 સપ્ટેમ્બર 2021ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 8.895 બિલીયન ડોલર વધીને 642.453 બિલીયન ડોલરની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. આરબીઆઈ દ્વારા શુક્રવારે જારી કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર 17 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ અનામતમાં આ ઘટાડો મુખ્યત્વે વિદેશી ચલણ અસ્કયામતો (એફસીએ)માં ઘટાડાને કારણે થયો હતો, જે કુલ મુદ્રાભંડારનો નોંધપાત્ર હિસ્સો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

આરબીઆઈ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર 17 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ અનામતમાં આ ઘટાડો મુખ્યત્વે વિદેશી ચલણ અસ્કયામતો (એફસીએ)માં ઘટાડાને કારણે થયો હતો, જે કુલ અનામતનો નોંધપાત્ર હિસ્સો છે. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં ભારતની વિદેશી ચલણ સંપત્તિ (FCA) 1.255 અબજ ડોલર ઘટીને 576.731 અબજ ડોલર રહી છે.

 

 

ડોલરમાં દર્શાવવામાં આવનારી વિદેશી મુદ્રા સંપતિમાં વિદેશી મુદ્રા ભંડારમાં રાખેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી બીજી વિદેશી મુદ્રાઓના મુલ્યમાં વૃદ્ધિ અથવા મંદીનો પ્રભાવ પણ શામેલ હોય છે.

 

સોનાના ભંડારમાં વધારો

આ સિવાય રિપોર્ટિંગ સપ્તાહમાં સોનાનો ભંડાર 32.7 કરોડ ડોલર વધીને 37.43 બિલીયન ડોલર થયો છે. IMF સાથે દેશના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) 5.5 કરોડ ડોલર ઘટીને 19.379 બિલીયન ડોલર રહ્યો છે. IMF પાસે દેશનું વિદેશી મુદ્રા ભંડાર પણ 1.3 કરોડ ડોલર ઘટીને 5.106 બિલીયન ડોલર રહ્યું છે.

 

ચાર અઠવાડિયાની તેજી પર લાગી રોક

સતત ચાર સપ્તાહની ઝડપી વૃદ્ધિ બાદ શેરબજારમાં આ સપ્તાહે ઘટાડો થયો છે. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 0.42 ટકા ઘટ્યો. આ અઠવાડિયે સેન્સેક્સ 58,765 અને નિફ્ટી 17,532ના સ્તર પર બંધ થયા છે. માત્ર અઠવાડિયાના પહેલા દિવસે તેજી સાથે બજાર બંધ રહ્યું હતું.

 

ડોલરમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે

ડોલર ઈન્ડેક્સમાં સતત ચોથા સપ્તાહે વધારો નોંધાયો છે. આ સપ્તાહે ડોલર ઈન્ડેક્સ 0.76 ટકાના વધારા સાથે 94.09 પર બંધ થયો છે. 10 વર્ષના યુએસ બોન્ડ યીલ્ડ આ સપ્તાહે 1.465 ટકાના સ્તર પર બંધ થયા છે. સાપ્તાહિક ધોરણે આ સતત છઠ્ઠું અઠવાડીયુ છે, જ્યારે તે આ તેજી સાથે બંધ થયું છે.

 

 

આ પણ વાંચો :  Petrol Diesel Price: મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી! ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી આગ લાગી, જાણો તમારા શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલ કેટલું મોંઘુ થયું

Published On - 7:50 pm, Sat, 2 October 21

Next Article