કોરોનાના સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર, FDI માટે ભારત બન્યું મનપસંદ સ્થળ

|

Sep 14, 2021 | 10:12 PM

આંતરરાષ્ટ્રીય રોકાણકારો ભારતીય અર્થતંત્રના ટૂંકા અને લાંબા ગાળાના ગ્રોથને લઈને ખૂબ જ સકારાત્મક બની રહ્યું છે. ડેલોઇટના રિપોર્ટ મુજબ એફડીઆઇના આકર્ષણ મામલે અન્ય દેશોની સરખામણીએ ભારત ઘણું આગળ છે.

કોરોનાના સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર, FDI માટે ભારત બન્યું મનપસંદ સ્થળ
રોકાણકારોમાં સુધારાઓ વિશે ઓછી જાગૃતિ હોય છે.

Follow us on

FDI in India : આર્થિક વિકાસની સારી સંભાવનાઓ અને કુશળ કાર્યબળને કારણે ભારત સીધા વિદેશી રોકાણ (FDI) માટે આકર્ષક સ્થળ બની રહ્યું હોવાનું ડેલોઈટના સર્વેમાં સામે આવ્યુ છે. મંગળવારે બહાર પાડવામાં આવેલા સર્વેના પરિણામો દર્શાવે છે કે ઘણા આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ ભારતની ટૂંકા અને લાંબા ગાળાની સંભાવનાઓમાં વિશ્વાસ ધરાવે છે અને દેશમાં વધારાના રોકાણ અને પ્રથમ વખત રોકાણ કરવાની યોજના ધરાવે છે.

‘ ઈન્ડીયાજ FDI ઓપર્ચૂનિટી ‘ સર્વે અનુસાર, સર્વેમાં યુએસ, યુકે, જાપાન અને સિંગાપોરની બહુરાષ્ટ્રીય કંપનીઓના 1,200 ટોચના અધિકારીઓને સવાલ કરવામાં આવ્યા હતા. તેમના જવાબ દ્વારા જાણવા મળ્યું હતું કે, ભારત પોતાના કુશળ કાર્યબળ અને  આર્થિક વૃદ્ધિની સારી સંભાવનાઓ માટે ઉચ્ચ આંકડાઓ મેળવીને રોકાણ માટે આકર્ષક સ્થાન બની રહ્યું છે.

એમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સાત પુંજી – ગહન ક્ષેત્રો – કપડા અને પરીધાન, ખાદ્ય પ્રક્રિયા, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, વાહનો અને તેના પાર્ટ્સ, રસાયણો અને મૂડી ઉત્પાદનોમાં વધારેમાં વધારે FDI આકર્ષિત કરવાનું લક્ષ્ય બનાવી શકે છે. આ ક્ષેત્રોએ 2020-21માં દેશના વેપાર નિકાસમાં 181 અબજ ડોલરનું યોગદાન આપ્યું હતું.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ભારત લઈને ધારણા સૌથી મજબૂત

સર્વે મુજબ, આ સાત ક્ષેત્રો પાસે ઝડપી પરિણામો બતાવવા અને વૈશ્વિક દાખલો બેસાડવા માટે જરૂરી ક્ષમતા, તક અને સંભાવના છે. તેમાં જાણવા મળ્યું છે કે ચીન, બ્રાઝિલ, મેક્સિકો અને વિયેતનામ જેવા બજારોની તુલનામાં અમેરિકા ભારત લઈુેને સૌથી મજબૂત સકારાત્મક ભાવના  છે. અમેરિકા અને બ્રિટનના ઉદ્યોગપતિઓએ ભારતની સ્થિરતામાં વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમેરિકા અને બ્રિટનના ઉદ્યોગપતિઓએ ભારતની સ્થિરતામાં વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો.

વ્યવસાયિક વાતાવરણમાં થયો છે સુધારો

સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં વેપારમાં સરળતા વધારવા માટે તાજેતરના સુધારા છતાં, આ સુધારાઓ અંગે રોકાણકારોમાં ઓછી જાગૃતિ હોય છે. તદનુસાર, ભારતને ચીન અને વિયેતનામ કરતાં વેપાર કરવા માટે વધુ પડકારજનક વાતાવરણ તરીકે માનવામાં આવતું હતું એમ સર્વેમાં જાણવા મળ્યું છે.

ભારત આર્થિક અને રાજકીય રીતે સ્થિર 

તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભારત રાજકીય અને આર્થિક બંને રીતે સ્થિર માનવામાં આવે છે,  દેશે સંસ્થાકીય સ્થિરતા, એટલે કે નિયમનકારી સ્પષ્ટતા અને કુશળ ન્યાયિક નિવારણ અને તંત્રના વર્ગમાં ઓછો સ્કોર મેળવ્યો. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે અપૂરતું માળખું હાલના અને સંભવિત રોકાણકારો દ્વારા નોંધાયેલ અન્ય નકારાત્મક પરિબળ હતું.

ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ

ડેલોઈટ ગ્લોબલના સીઈઓ પુનિત રંજનએ જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે નાણાકીય લાભ અને અન્ય સુધારાઓ સહિત ભારતમાં વ્યવસાયમાં સરળતામાં સુધારાને કારણે  દૃષ્ટિકોણ સુધરી શકે છે. આ સકારાત્મક પગલાં મને વધુ આશ્વાસન આપે છે કે ભારત  5,000 ડોલરની અર્થવ્યવસ્થા બનવાની મહત્વાકાંક્ષા તરફ આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો :  SBIએ દિવાળી પહેલા કરોડો ગ્રાહકોને આપી ભેટ, હવે ઓછા થશે તમારી લોનના હપ્તા

Next Article