મ્યુચ્યુઅલ ફંડ દ્વારા વધારે રિટર્ન મેળવવા અપનાવો આ પદ્ધતિઓ, થોડા વર્ષોમાં તૈયાર થશે મોટું ફંડ

મ્યુચ્યુઅલ ફંડમાં કમ્પાઉન્ડિંગ એ મહત્વનું પરિબળ છે. તેનો ફાયદો મેળવવા માટે સમય વધારો હોવો જરૂરી છે. સમય જેટલો વધારે લાંબો હશે, તેટલો કમ્પાઉન્ડિંગનો ફાયદો વધારે મળશે. તેથી જ તમારે પગાર શરૂ થયા બાદ શક્ય તેટલી વહેલી તકે મ્યુચ્યુઅલ ફંડમાં SIP માં રોકાણ શરૂ કરવું જોઈએ.

મ્યુચ્યુઅલ ફંડ દ્વારા વધારે રિટર્ન મેળવવા અપનાવો આ પદ્ધતિઓ, થોડા વર્ષોમાં તૈયાર થશે મોટું ફંડ
મોતીલાલ ઓસ્વાલ S&P BSE એનહાન્સ્ડ વેલ્યુ ઇન્ડેક્સ ફંડના નિયમિત પ્લાનમાં રોકાણ કરનારા રોકાણકારોને 60.13 ટકા વળતર મળ્યું છે. ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરનારાઓને એક વર્ષમાં 61.21 ટકા વળતર મળ્યું છે. ICICI પ્રોડેન્શિયલ નાસ્ડેક 100 ઇન્ડેક્સ ફંડનું એક વર્ષનું વળતર 56.47% (નિયમિત), 57.25% (ડાયરેક્ટ) રહ્યું છે.
| Updated on: Nov 11, 2023 | 3:52 PM

SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એક સારી રીત માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે જો કોઈ વ્યક્તિ યોગ્ય વ્યૂહરચના સાથે SIP માં રોકાણ કરે છે, તો તે લોન્ગ ટર્મમાં મોટું ફંડ બનાવી શકે છે. આજે આપણે એવી રીતો કે પદ્ધતિ વિશે જાણીશું જેની મદદથી તમે સરળતાથી SIP દ્વારા રોકાણ કરીને મોટું ફંડ બનાવી શકો છો.

વહેલી તકે મ્યુચ્યુઅલ ફંડ SIP માં રોકાણ શરૂ કરો

મ્યુચ્યુઅલ ફંડમાં કમ્પાઉન્ડિંગ એ મહત્વનું પરિબળ છે. તેનો ફાયદો મેળવવા માટે સમય વધારો હોવો જરૂરી છે. સમય જેટલો વધારે લાંબો હશે, તેટલો કમ્પાઉન્ડિંગનો ફાયદો વધારે મળશે. તેથી જ તમારે પગાર શરૂ થયા બાદ શક્ય તેટલી વહેલી તકે મ્યુચ્યુઅલ ફંડમાં SIP માં રોકાણ શરૂ કરવું જોઈએ.

નિયમિતપણે રોકાણ કરો

રોકાણ દ્વારા વધારે સંપત્તિ બનાવવા માટે, તમે નિયમિતપણે રોકાણ કરો તે સૌથી મહત્વપૂર્ણ છે. SIP તમને નિયમિત રોકાણ કરવાની ટેવ કેળવે છે. તેથી જ્યારે પણ તમે SIP કરો, તેને નિયમિત રાખવાનો પ્રયાસ કરો.

રોકાણ માટે યોગ્ય વ્યૂહરચના બનાવો

વધારે રિટર્ન મેળવવા માટે, યોગ્ય વ્યૂહરચના હોવી જરૂરી છે. તમારે રોકાણ કરવા માટે યોગ્ય મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવી જોઈએ. આ સાથે તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ કે તમે શેના માટે ઈન્વેસ્ટ કરી રહ્યા છો. આ માટે તમે ફાઈનાન્સિયલ એક્સપર્ટની સલાહ લઈ શકો છો.

SIP ની રકમમાં વધારો કરતા રહો

જેમ જેમ તમારા પગારમાં વધારો થાય એટલે કે આવક વધે તે પ્રમાણે તમારે SIP દ્વારા રોકાણની રકમમાં પણ વધારો કરતા રહેવું જોઈએ. તેનો ફાયદો એ થશે કે તમે લોન્ગ ટર્મમાં તમારા નાણાકીય લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો અને એક મોટું ફંડ થઈ શકે છે.

આ પણ વાંચો : આ 5 મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી તમને મળશે સારૂ રિટર્ન, 1000 રૂપિયાથી શરૂ કરો ઈન્વેસ્ટમેન્ટ

પોર્ટફોલિયોનું નિરીક્ષણ કરતા રહો

SIP દ્વારા રોકાણની સાથે તમારે તમારા પોર્ટફોલિયોનું પણ નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. જો તમારા પોર્ટફોલિયોમાં રિટર્ન મળતું નથી તો તમારે તેમાં ફેરફાર કરવો જોઈએ.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો