કેન્દ્રીય નાણાં મંત્રાલયે ઇન્ફોસિસ(Infosys)ના એમડી અને સીઇઓ સલીલ પારેખને સમન્સ મોકલ્યું છે. આ સમન્સમાં તેમને આવકવેરા(Income Tax)ના ઇ-ફાઇલિંગ પોર્ટલ( e-filing portal)માં ખામીઓ વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. સમન્સમાં જણાવાયું છે કે સલીલ પારેખે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ(FM nirmala sitharaman)ને 23 ઓગસ્ટના રોજ જણાવવું કે અઢી મહિના પછી પણ ઈ-ફાઈલિંગ પોર્ટલમાં કેમ સમસ્યાઓ યથાવત છે.
નાણાં મંત્રાલયે ઈન્ફોસિસના એમડી અને સીઈઓ પારેખને પૂછ્યું છે કે આટલા દિવસો પછી પણ ઈ-ફાઈલિંગ સંબંધિત ખામીને કેમ સુધારી શકાઈ નથી? આ કરદાતા માટે મોટી સમસ્યા ઉભી કરી રહી છે. કેટલીક ટેક્નિકલ ખામીઓને કારણે 21 ઓગસ્ટથી ગ્રાહકો માટે પોર્ટલ ઉપલબ્ધ ન હોવા બરાબર છે.
ઈ-ફાઈલિંગ પોર્ટલ લોન્ચ થયા બાદ ઘણી તકનીકી મુશ્કેલીઓ આવી રહી છે. જેના કારણે કરદાતાઓને મુશ્કેલી પડી રહી છે. આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો જેના પર સરકારે જલ્દીથી આ બાબતને સુધારવાની ખાતરી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર 90 વિવિધ પ્રકારની સમસ્યાઓ છે જે ટૂંક સમયમાં હલ કરવાની જરૂર છે. આ પોર્ટલનું કામ દેશની જાણીતી આઇટી કંપની ઇન્ફોસિસને આપવામાં આવ્યું છે.
Ministry of Finance has summoned Sh Salil Parekh,MD&CEO @Infosys on 23/08/2021 to explain to hon’ble FM as to why even after 2.5 months since launch of new e-filing portal, glitches in the portal have not been resolved. In fact,since 21/08/2021 the portal itself is not available.
— Income Tax India (@IncomeTaxIndia) August 22, 2021
સરકારને કરાઈ ફરિયાદ
સરકારને ઈ-ફાઈલિંગ પોર્ટલમાં ટેક્નિકલ ખામીઓ અંગે ઘણી ફરિયાદો મળી છે, જેમાં ટેક્સ પ્રોફેશનલ્સ, ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) અને કરદાતાઓનો સમાવેશ થાય છે. સરકારે આને જલ્દીથી સુધારવાનો વાયદો કર્યો છે પરંતુ ગડબડ હજુ યથાવત છે. આવકવેરા વિભાગે આ વર્ષે 7 જૂને આ નવી વેબસાઇટ શરૂ કરી હતી.
નવી વેબસાઇટ માટે કરદાતાઓએ http://incometax.gov.in લિંક પર ક્લિક કરીને ટેક્સ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. વેબસાઈટ અપડેટ થયા બાદ આવકવેરા વિભાગે તમામ કરદાતાઓને તેમના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ કરવા જણાવ્યું હતું. હમણાં આ તમામ કામો પ્રક્રિયામાં હતા અને મામલો અટકી ગયો.
સરકારે શું કહ્યું?
ઈ-પોર્ટલમાં વિક્ષેપનો મુદ્દો તાજેતરમાં સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. નાણામંત્રી પંકજ ચૌધરીએ આનો જવાબ આપ્યો. તેમણે દેશને કહ્યું કે સરકારે આવકવેરા વિભાગ માટે નવી વેબસાઇટ બનાવવા માટે જાન્યુઆરી 2019 થી જૂન 2021 વચ્ચે ઇન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે નવી ઈ-પોર્ટલ વેબસાઈટ સ્થાપવાનો કોન્ટ્રાક્ટ ઈન્ફોસિસને ઓપન ટેન્ડર દ્વારા આપવામાં આવ્યો હતો. આ કરાર સેન્ટ્રલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોર્ટલ (CPPP) પર જારી કરવામાં આવ્યો હતો. પંકજ ચૌધરીએ સંસદને જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટે 16 જાન્યુઆરી, 2019 ના રોજ આ પ્રોજેક્ટ માટે 4,241.97 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. આ ખર્ચ આગામી 8.5 વર્ષમાં કરવામાં આવશે. આમાં મેનેજ્ડ સર્વિસ પ્રોવાઇડર (MSP), જીએસટી, ભાડું, ટપાલ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ખર્ચનો સમાવેશ થાય છે.
Published On - 6:00 pm, Sun, 22 August 21