EPF Interest Rate 2020-21 News: કેન્દ્ર સરકારે (Central Government) નાણાકીય વર્ષ 2020-21 માટે નવા PF interest rates ની જાહેરાત કરી છે. સરકારએ કોરોના માહામારીની મુશ્કેલી હોવા છતાં PF પર વ્યાજ દર 8.5 રાખવાની જાહેરાત કરી છે. વ્યાજ દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. સરકારની આ જાહેરાતનો સીધો ફાયદો 6 કરોડ EPFO ના સભ્યોને થશે.
નોંધનીય છે કે EPFO ની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠક આજે એટલે કે 4 માર્ચ, 2021 ના રોજ શ્રીનગર (Srinagar) માં થઈ હતી. આ બેઠકમાં, નાણાકીય વર્ષ 2020-21 માટેના પ્રોવિડન્ટ ફંડ પર મળેલા વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી હતી. ઘણા લાંબા સમયથી સમાચાર આવતા હતા કે સરકાર પીએફના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019-20 માટેનો વ્યાજ દર 8.5 ટકા હતો.
PF પરના વ્યાજમાં ઘટાડો થયો છે
છેલ્લા કેટલાક વર્ષોમાં પીએફ પરના વ્યાજ દરમાં ઘટાડો થયો છે. વર્ષ 2019-20 માટે PF પર મળવા વાળુ વ્યાજનું દર 2012-13 પછી આ સૌથી નીચું સ્તર છે. 2018-19માં, EPFOએ ગ્રાહકોને 8.65 ટકા વ્યાજ ચૂકવ્યું હતું.
દર વર્ષે વ્યાજ દરની ઘોષણા કરવામાં આવે છે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દર વર્ષે આખા નાણાકીય વર્ષ માટે PFમાં જમા કરેલા નાણાં પર વ્યાજ દરની જાહેરાત કરે છે. નાણાકીય વર્ષ 2019-20 માટેના વ્યાજ દરની ઘોષણા કરતાં બોર્ડે કહ્યું કે તે 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં બે હપ્તામાં 8.5 ટકા વ્યાજ ચૂકવશે. પ્રથમ હપ્તામાં 8.15 ટકા ડેટ ઈન્વેસ્ટમેંટ (Debt Instrument) દ્વારા અને બીજા હપતામાં 0.35 ટકા વ્યાજની ચુકવણી ઇક્વિટીમાંથી કરવામાં આવશે.