EPFOએ આ મહત્વપૂર્ણ નિયમમાં કર્યો ફેરફાર, વહેલી તકે PF એકાઉન્ટ કરાવો અપડેટ નહીતો પડશો મુશ્કેલીમાં

|

Jun 09, 2021 | 8:36 AM

EPFOના 6 કરોડ સબસ્ક્રાઇબર્સ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. સંસ્થાએ એક નિયમ બદલ્યો છે જેનથી નોકરિયાતો માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.

EPFOએ આ મહત્વપૂર્ણ નિયમમાં કર્યો ફેરફાર, વહેલી તકે PF એકાઉન્ટ કરાવો અપડેટ નહીતો પડશો મુશ્કેલીમાં
EPFO

Follow us on

EPFOના 6 કરોડ સબસ્ક્રાઇબર્સ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. સંસ્થાએ એક નિયમ બદલ્યો છે જેનથી નોકરિયાતો માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. સંગઠનેPF ખાતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (Universal account number – UAN) ને Aadhaar કાર્ડ સાથે લિંક કરવું જરૂરી બનાવ્યું છે. આ માટે EPFOએ સોશિયલ સિક્યુરિટી કોડ 2020 ની કલમ 142 માં ફેરફાર કર્યા છે. આનાથી ઇElectronic Challan cum Return (ECR) ફાઇલિંગ પ્રોટોકોલ બદલવામાં આવ્યો છે.

EPFOએ તેની તાજેતરની ટવીટમાં જણાવ્યું છે કે 1 જૂન 2021 બાદ એમ્પ્લોયર તે જ કર્મચારીનું ECR ફાઇલ કરી શકશે, જેમના UAN – Aadhaar લિંક હશે. જેમના આધાર અપડેટ થયા નથી તેમનો ECR અલગથી ભરવામાં આવશે. બાદમાં તે કર્મચારીની UAN સાથે આધાર લિંક કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

 

 

શું અસર પડશે?
જો આધાર તમારા ખાતા સાથે જોડાયેલ નથી તો EPFO કર્મચારીના ખાતામાં આવતા કંપનીના યોગદાનને રોકી શકે છે. તે ત્યારે જ કાર્યરત કરવામાં સક્ષમ હશે જ્યારે તમારા પીએફ એકાઉન્ટ સાથે આધાર લિંક થશે. તેથી જો તમે પીએફ ખાતામાં આધાર નંબર આપ્યો નથી તો આ કાર્ય ઝડપથી પૂર્ણ કરો.

12 લાખ નવા સભ્યો ઉમેરાયા
રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO) દ્વારા બહાર પાડવામાં આવેલા એક તાજેતરના અહેવાલ મુજબ આ વર્ષે માર્ચ મહિનામાં 12.24 લાખ નવા સભ્યો ઇપીએફઓની યોજનાઓમાં જોડાયા છે. ફેબ્રુઆરીમાં આ યોજનાઓ સાથે 11.77 લાખ નવા કર્મચારીઓ જોડાયા હતા. જો કે, છેલ્લા નાણાકીય વર્ષમાં ESIC માં જોડાનારા સભ્યોની સંખ્યામાં 24 ટકાનો ઘટાડો થયો હતો. આ સમયગાળા દરમિયાન ESIC ની યોજનાઓમાં 1.15 કરોડ નવા કર્મચારીઓને ઉમેરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2019-20માં તેમની સંખ્યા 1.50 કરોડ હતી.

કેવી રીતે આધાર અપડેટ કરશો
કર્મચારીના આધારને અપડેટ કરવાની જવાબદારી કંપની મેનેજમેન્ટની છે. ઇપીએફઓ દ્વારા આ અંગે ઘણી વખત સૂચના આપવામાં આવી છે. જો આધાર લિંક થયેલ નથી તો કર્મચારી પીએફ ખાતામાં એ જ રકમ દેખાશે જે તેના પગાર અને મોંઘવારી ભથ્થામાંથી આવે છે.

આધાર લિંક કરવાની પ્રક્રિયા
>> પીએફ એકાઉન્ટમાં આધાર જોડવા માટે epfindia.gov.in ની મુલાકાત લો
>> ઓનલાઇન સેવાઓમાં ઇ-કેવાયસી પોર્ટલ પર ક્લિક કરો
>> હવે આધાર નંબર દાખલ કરો અને મોબાઈલ નંબર આપો જેના ઉપર ઓટીપી આવશે.
>> ફરી એકવાર આધાર નંબર દાખલ કરો. ઓટીપી વેરિફિકેશન કરો
>> ત્રીજી વખત ઓટીપી, આધાર નંબર અને મોબાઇલ ફોન નંબર દાખલ કર્યા પછી આધાર તમારા પીએફ એકાઉન્ટ સાથે લિંક થશે.

Published On - 8:35 am, Wed, 9 June 21

Next Article