How to get UAN Online: જો તમે નોકરી કરતા હોવ અને EPFOના સબ્સ્ક્રાઈબર છો તો UAN નંબર તમારા માટે મહત્વપૂર્ણ છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના કર્મચારી ભવિષ્ય નિધિ સબ્સ્ક્રાઈબર્સ માટે એક યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) જાહેર કરે છે. UANનો ઉપયોગ કરીને તમે તમારું EPF એકાઉન્ટ ટ્રેક કરી શકો છો, તમારી પાસબુક ઑનલાઈન જોઈ શકો છો.
જો તમારી પાસે એક કરતા વધુ PF એકાઉન્ટ છે તો તમે UANનો ઉપયોગ કરીને તમારા બધા PF એકાઉન્ટ્સની વિગતો એક જગ્યાએ જોઈ શકો છો અને આ UAN નંબર મેળવવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પણ ઓનલાઈન પોતાનો UAN નંબર જાણી શકો છો.
તમે તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. તમે 55 વર્ષની વય પછી નિવૃત્તિ પર પૈસા ઉપાડી શકો છો. આ ઉપરાંત તમે નિવૃત્તિ પહેલા પણ ઘણા કારણોસર તમારા EPF ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. તમે ઘરની ખરીદી અથવા બાંધકામ, બાળકના લગ્ન અને શિક્ષણ તેમજ કોરોના વાયરસના યુગમાં કોઈપણ નાણાકીય કટોકટી માટે પણ પૈસા ઉપાડી શકો છો. પીએફ ઉપાડવા માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી પણ કરી શકો છો.
આ ઉપરાંત તમે તમારા સ્માર્ટફોન પર પીએફ ખાતાની વિગતો પણ જોઈ શકો છો. આ UMANG (યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યુ એજ ગવર્નન્સ) એપ પર ચેક કરી શકાય છે. આ એપ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. તેને એન્ડ્રોઈડ પર ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન પર એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ દ્વારા EPF સબ્સ્ક્રાઈબર્સ પાસબુક જોવા PF માટે દાવો કરવા વગેરે જેવી વિવિધ સુવિધાઓનો લાભ લઈ શકે છે.
આ પણ વાંચો : વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે રચ્યો ઈતિહાસ, એક દિવસમાં 2,71,50,00,00,000 રૂપિયાની અધધધ કમાણી