દેશમાં કોવિડ-19ની લહેર વચ્ચે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેના સભ્યોને પીએફ ખાતામાંથી (PF Account) પૈસા ઉપાડવાની મંજૂરી આપી છે. EPFO એ બીજી વેવમાં બે વાર નોન-રીફંડેબલ એડવાન્સ ઉપાડવાની સુવિધા આપી છે. જે સભ્યોએ અગાઉ COVID-19 એડવાન્સનો લાભ લીધો છે તેઓ હવે બીજા એડવાન્સ માટે પણ પસંદગી કરી શકે છે. બીજી કોવિડ-19 એડવાન્સનો લાભ લેવાની જોગવાઈ અને પ્રક્રિયા પ્રથમ એડવાન્સના (COVID-19 Advance) કિસ્સા જેવી જ છે. તમે ઘરે બેઠા ઉમંગ એપ દ્વારા થોડી સેકન્ડમાં પૈસા ઉપાડવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. પ્રક્રિયા પૂરી થયા બાદ 3 દિવસમાં તમારા ખાતામાં પૈસા આવી જશે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીની પ્રથમ લહેર દરમિયાન સરકારે EPFમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) હેઠળ પીએફ ખાતામાંથી ઉપાડની મંજૂરી આપવામાં આવી હતી.
File 'COVID-19 Advance' through UMANG App by following these easy steps.#EPFO #EPF #SocialSecurity #Employees #Services #UMANGhttps://t.co/OILfFrEHwc@PMOIndia @byadavbjp @Rameswar_Teli @LabourMinistry @MIB_India @PIB_India @PIBHindi @mygovindia @wootaum @PTI_News
— EPFO (@socialepfo) January 17, 2022
આ જોગવાઈ હેઠળ, 3 મહિનાના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાની હદ સુધી બિન-રિફંડપાત્ર ઉપાડ અથવા EPF ખાતામાં સભ્યની થાપણોના 75 ટકા સુધી, જે ઓછું હોય તે પ્રદાન કરવામાં આવે છે. કોરોના દ્વારા સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે, EPF સભ્યો હવે કોઈપણ કટોકટીની સ્થિતિમાં બમણી રકમ ઉપાડી શકશે. હાલમાં, આ સુવિધા ડબલ સુધી અથવા બે વખત એડવાન્સ મની ઉપાડવા સુધી ઉપલબ્ધ છે.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ ટ્વિટ કરીને સમજાવ્યું છે કે ઉમંગ એપ દ્વારા કોવિડ-19 એડવાન્સ કેવી રીતે ફાઈલ કરવું. EPFOએ એક વીડિયોમાં તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી છે.
આ પણ વાંચો : Closing Bell : ત્રણ દિવસમાં SENSEX માં 1800 પોઈન્ટનો કડાકો, રોકાણકારોએ 6.50 લાખ કરોડ ગુમાવ્યાં