એલોન મસ્ક વજન ઘટાડવા માટે લે છે આ દવાઓ, કિંમત જાણશો તો ઉડી જશે હોશ

|

Oct 14, 2022 | 4:22 PM

હાલમાં જ ટ્વિટર પર એક યુઝરે એલોન મસ્કને તેની ફિટનેસનું રહસ્ય પૂછ્યું હતું. જે બાદ મસ્કે પોતે આ દવા વિશે ખુલાસો કર્યો હતો. એલોન મસ્ક વજન ઘટાડવા માટે ખાસ દવાઓ લે છે.

એલોન મસ્ક વજન ઘટાડવા માટે લે છે આ દવાઓ, કિંમત જાણશો તો ઉડી જશે હોશ
Alon Musk

Follow us on

એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે 51 વર્ષના થયા પછી પણ એલોન મસ્ક કેવા દેખાય છે? એલોન મસ્કે (Elon Musk) આ અંગે ખુલાસો કર્યો છે. એલોન મસ્ક ફિટ રહેવા માટે ખાસ પ્રકારની દવા લે છે. આ દવાનું નામ વેગોવી છે. ઈલોન મસ્ક ફાસ્ટીંગની સાથે દવાનું સેવન કરે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ ટ્વિટર (Twitter) પર એક યુઝરે એલોન મસ્કને તેમની ફિટનેસનું રહસ્ય પૂછ્યું હતું. જે બાદ મસ્કે પોતે આ દવા વિશે ખુલાસો કર્યો હતો.

WeGovy દવા શું છે

તમને જણાવી દઈએ કે યુએસ ડ્રગ રેગ્યુલેટરી કંપની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને WeGovyને વજન ઘટાડવાની દવા તરીકે મંજૂરી આપી છે. આ દવાનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓની સારવાર માટે થાય છે. જો કે, હવે તે વજન ઘટાડવાની દવા તરીકે પ્રખ્યાત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ દવા શરીરમાં ભૂખના હોર્મોન્સને સંતુલિત કરે છે અને પાચનક્રિયાને ધીમી કરે છે જેથી લાંબા સમય સુધી ભૂખ ન લાગે.

ઝડપી વજન ઘટાડવાની દવા

તમને જણાવી દઈએ કે મેદસ્વિતાથી પીડિત વ્યક્તિની અંદર આ દવા અઠવાડિયામાં એક વખત ઇન્જેક્ટ કરવામાં આવે છે. ત્યારપછી આ દવા 68 અઠવાડિયામાં લગભગ 15 થી 20 ટકા વજન ઘટાડે છે. આટલું જ નહીં તેની અસર લાંબા સમય સુધી જોવા મળી છે. આ દવા ફક્ત તે જ લોકોને આપવામાં આવે છે જેઓ ખૂબ મેદસ્વી છે.

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

સેલિબ્રિટીઓએ દવાનો ઉપયોગ શરૂ કર્યો છે

અમેરિકન વેબસાઈટ વૈરાઈટી અનુસાર, ઘણી સેલિબ્રિટીઓએ પણ વજન ઘટાડવા માટે આ ખૂબ જ મોંઘી દવાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે આ દવાની અછત છે. તમને જણાવી દઈએ કે આ દવાના એક મહિનાના ડોઝની કિંમત 1200 ડોલર એટલે કે લગભગ 98 હજાર ભારતીય રૂપિયા હોવાનું કહેવાય છે. તેની આડઅસરો વિશે વાત કરીએ તો, દવાના પ્રારંભિક ઉપયોગ પછી, લોકોને ઉલ્ટી અથવા ઝાડા જેવી નાની સમસ્યાઓ જોવા મળે છે, જે થોડા સમય પછી સારી થઈ જાય છે.

Next Article