ડોમેસ્ટીક ફ્લાઇટ્સ 18 ઓક્ટોબરથી સંપૂર્ણ ક્ષમતા સાથે ભરશે ઉડાન

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 18 મી ઓક્ટોબરથી કોઈપણ ક્ષમતાના પ્રતિબંધ વિના સુનિશ્ચિત સ્થાનિક હવાઈ કામગીરી ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે.

ડોમેસ્ટીક ફ્લાઇટ્સ 18 ઓક્ટોબરથી સંપૂર્ણ ક્ષમતા સાથે ભરશે ઉડાન
Domestic flights can operate at full capacity from Today
| Edited By: | Updated on: Oct 12, 2021 | 5:11 PM

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) સોમવારથી ડોમેસ્ટીક ફ્લાઇટમાં (Domestic Flights) ક્ષમતા 85 ટકાથી વધારીને 100 ટકા કરવા મંજુરી આપી છે. અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ સ્થાનિક એરલાઇન્સની ફ્લાઇટ ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરવામાં આવી હતી.

કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશ કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવી રહ્યો છે. સરકાર પણ સ્થીતીને કોવિડ પહેલાના સ્તરે પહોચાડવાનો પ્રયત્ન કરી રહી છે. ધીમે ધીમે બધા પ્રતિબંધો હળવા થઈ રહ્યા છે. અને બધુ ખુલી રહ્યું છે.  જે અંતર્ગત ફ્લાઇટમાં મુસાફરોની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. હવે ધીમે ધીમે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે. સ્થાનિક એરલાઇન્સ પણ સતત મુસાફરોની ક્ષમતા વધારવાની માંગ કરી રહી હતી. જોકે કંપનીઓને 72.05  ટકાથી 85 ટકા સુધી રાહત મળી છે, પરંતુ ફરી એક વખત પેસેન્જર લોડ વધારવામાં આવ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારથી એટલે કે 18 ઓક્ટોબર થી સ્થાનીક એરલાઈન્સને 100 ટકા કેપેસીટી સાથે ઉડાન ભરવાની છુટ આપી દીધી છે.

ગયા વર્ષે મે 2020 માં, સરકારે કોરોનાના ફેલાવાના જોખમને ઘટાડવા માટે સ્થાનિક એરલાઇન્સની ક્ષમતામાં 33 ટકાનો ઘટાડો કર્યો હતો. બાદમાં સરકારે ધીમે ધીમે ક્ષમતા વધારીને 45 ટકા કરી અને ત્યારબાદ તે 85 ટકા સુધી પહોંચી ગઈ હતી. અને હવે સંપુર્ણ ક્ષમતા સાથેની છુટ આપવામાં આવી છે. કોરોનાના કેસો ઘટી રહ્યા છે. ત્યારે સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો  : Aryan Khan Drugs Case: આર્યન ખાન ડ્રગ્સ કેસના તપાસ અધિકારી સમીર વાનખેડે અને મોહિત કંબોજ વચ્ચે મુલાકાત થઈ? નવાબ મલિક મોટો ખુલાસો કરશે

Published On - 4:23 pm, Tue, 12 October 21