શું તમે Mutual Fund માં રોકાણ કરો છો ? તો ૩૦ જૂન સુધીમાં પતાવી લો આ કામ નહીતો નહિ ઉપાડી શકો પોતાના પૈસા

|

Jun 12, 2021 | 8:33 AM

જો તમે મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)માં નાણાંનું રોકાણ કરો છો તો આ માહિતી જાણવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 જૂનથી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ બદલાવા જઈ રહ્યો છે.

શું તમે Mutual Fund માં રોકાણ કરો છો ? તો ૩૦ જૂન સુધીમાં પતાવી લો આ કામ નહીતો નહિ ઉપાડી શકો પોતાના પૈસા
PAN- Aadhaar Linking

Follow us on

જો તમે મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)માં નાણાંનું રોકાણ કરો છો તો આ માહિતી જાણવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 જૂનથી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ બદલાવા જઈ રહ્યો છે. આ નિયમ હેઠળ 30 જૂન સુધીમાં જેમના પાન અને આધારકાર્ડને લિંક(PAN-Aadhaar Link) કર્યા નહીં હોય તેમનું પાનકાર્ડ (PAN Card)અમાન્ય થઈ જશે. આટલુંજ નહિ આ બાબત સીધી મ્યુચ્યુઅલ ફંડ્સના તમારા રોકાણને અસર કરશે. ઉલ્લેખનીય છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ (MF) માં રોકાણ કરતા લગભગ 20-30 લાખ લોકોએ તેમના પાનને આધાર સાથે લિંક કર્યું નથી.

30 જૂન સુધીમાં જે લોકો પાનને આધાર સાથે લિંક કરશે નહીં તેમને આવકવેરા કાયદા હેઠળ 10,000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. મોટી સમસ્યા એ હશે કે તમારો પાન સૂચના કે નોટિસ વગર અમાન્ય અથવા નિષ્ક્રિય થઈ જશે.

અમાન્ય PAN દ્વારા મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ શક્ય નથી
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારે બે દસ્તાવેજીકરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પ્રથમ પ્રક્રિયા હેઠળ તમારા KYC કરવું જરૂરી છે. બીજી પ્રક્રિયા માટે ગ્રાહક પાસે માન્ય PAN હોવું જરૂરી છે. જો તમારો પાન આધાર લિંક નહીં હોવાના કારણે રિકવેસ્ટ રદ થઈ જાય છે તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશો નહીં.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

MFમાં 30% પાનકાર્ડ આધાર સાથે જોડાયેલા નથી
મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર એજન્સી કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ (CAMS) અનુસાર લગભગ 20 લાખ પાન નંબર છે જે હજી પણ આધાર સાથે લિંક કરાયા નથી. એટલે કે, લગભગ 30% પાનકાર્ડ આધાર સાથે જોડાયેલા નથી. આવકવેરાના નિયમો મુજબ 30 જૂન 2021 ના રોજ અથવા તે પહેલાં આધારને તમારા પાન સાથે લિંક કરવું ફરજિયાત છે. જો પાન આધાર સાથે જોડાયેલ નથી તો પાન નિષ્ક્રિય તરીકે માનવામાં આવશે. આ સાથે મ્યુચ્યુઅલ ફંડ્સનું KYC પણ નકામું થઈ જશે.

SIP બંધ થઈ જશે
જો તમે તમારા પાનને આધાર સાથે જોડશો નહીં તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કોઈ નવા રોકાણ કરી શકશો નહીં. આ ઉપરાંત તમે મ્યુચ્યુઅલ ફંડના પૈસા લઈ શકશો નહીં. સેબીના નિયમન મુજબ કેવાયસી અને પાન માન્ય હશે ત્યારે જ ફંડના પૈસા ઉપાડી શકાશે

Next Article