આવકવેરા રિટર્ન ફાઈલ (ITR ) કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 31 જુલાઈ 2023 છે. આવકવેરા વિભાગે પણ તેની તપાસ વધારી છે અને આમાં તે એઆઈની મદદ પણ લઈ રહ્યું છે. આવકવેરા વિભાગ એવા લોકોને નોટિસ મોકલી રહ્યું છે જેમણે ટેક્સ મુક્તિ માટે બનાવટી ભાડાની રસીદ અથવા બિલ મૂક્યા છે. નોકરિયાત લોકો ખાસ કરીને તેના રડારમાં છે.
આવકવેરા વિભાગ ખોટા ટેક્સ રિટર્ન ફાઈલ કરનારા પગારદાર લોકોને નોટિસ મોકલી રહ્યું છે. તે તપાસ કરી રહ્યા છે કે શું લોકોએ કરમુક્તિ માટે ખોટી ભાડાની રસીદો અને નકલી દાનની રસીદો વગેરેનો ઉપયોગ કર્યો છે. આવકવેરા વિભાગ આવા લોકો પર 200 ટકા સુધીનો દંડ લગાવી રહ્યું છે.
આવકવેરા કાયદાની કલમ-10 (13A) મુજબ, પગારદાર વ્યક્તિ એક વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીના ભાડા પર ટેક્સ છૂટ લઈ શકે છે. આ માટે તેણે તેના મકાનમાલિકનો પાન કાર્ડ નંબર આપવાની જરૂર નથી.
તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે લોકો આ છૂટનો અયોગ્ય ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક લોકો નકલી PAN વિગતો આપીને ભાડામાં વધુ ડિસ્કાઉન્ટ લઈ રહ્યા છે. આવા લોકોને આવકવેરા વિભાગ તરફથી તેમના પુરાવાઓની માન્યતા મેળવવા માટે નોટિસો મળી રહી છે.
આવકવેરા વિભાગ 360 ડિગ્રી અભિગમ અપનાવી રહ્યું છે. તે અન્ય સ્ત્રોતોમાંથી મળેલી માહિતી સાથે પાન કાર્ડમાંથી મળેલી વિગતોની ચકાસણી કરી રહ્યા છે. તે વ્યક્તિની સંપૂર્ણ ફાઇનાન્સ પ્રોફાઇલિંગ કરી રહ્યા છે, જેના આધારે જો કોઈ ભૂલ જણાય તો તે નોટિસ મોકલી રહ્યો છે.
જો ટેક્સ રિટર્ન અને અન્ય વિગતોમાં કોઈ મિસ મેચ જોવા મળે છે, તો તે ખોટી રીતે જાહેર કરાયેલ આવક પર વસૂલાતા ટેક્સના 200 ટકા જેટલો દંડ વસૂલશે.
Published On - 3:13 pm, Sun, 30 July 23