રિકવરી પર શંકા હોવા છતાં Auto સેક્ટર પર મ્યુચ્યુઅલ ફંડનો ઉત્સાહ વધારે, જાણો શું છે કારણ

|

Jun 19, 2022 | 4:45 PM

સ્પાર્ક કેપિટલે એક નોંધમાં કહ્યું છે કે આ સમયે ગ્રામીણ અર્થવ્યવસ્થા ખૂબ જ સારા સંકેતો બતાવી રહી છે. ખરીફ પાક બમ્પર રહેવાની શક્યતા છે. પરંતુ જો રવિ પાકમાં નબળાઈ રહેશે તો Auto સેક્ટરની માગને અસર થઈ શકે છે.

રિકવરી પર શંકા હોવા છતાં Auto સેક્ટર પર મ્યુચ્યુઅલ ફંડનો ઉત્સાહ વધારે, જાણો શું છે કારણ
Auto Sector

Follow us on

ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ હાલમાં ઓટો (Auto) મોબાઈલ સેક્ટરમાં બુલિશ દેખાઈ રહ્યા છે. તેમને અપેક્ષા છે કે ત્રણ વર્ષની મંદી બાદ હવે આ સેક્ટરમાં તેજી જોવા મળશે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ (mutual funds)ના અહેવાલ મુજબ ઓટો મોબાઇલ શેરોમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ મે મહિનામાં વધીને 7.1 ટકાની 39 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. આ સિવાય મે મહિનો સતત બીજો મહિનો રહ્યો છે જેમાં મ્યુચ્યુઅલ ફંડોએ ઓટો શેરોની ખરીદી કરી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સતત ત્રણ મહિના સુધી મ્યુચ્યુઅલ ફંડએ આ સેક્ટરમાં પોતાની સ્થિતિ ઘટાડી હતી.

ઓટો સેક્ટરને લઈને સેન્ટિમેન્ટમાં આ ફેરફાર ત્રણ વર્ષની મંદી પછી આવ્યો છે. કોવિડ મહામારી પહેલાની મંદી અને કોવિડ યુગની મુશ્કેલીઓએ 2021માં ઓટો સેક્ટર માટે ઘણી સમસ્યાઓ ઊભી કરી હતી. જેના કારણે રોકાણકારોએ ઓટો સેક્ટર તરફ મોં ફેરવી લીધું હતું. પરંતુ તાજેતરમાં ઓટો મોબાઈલ સેક્ટરના આઉટલૂકને લઈને સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. એનાલિસ્ટનું માનવું છે કે ઓટો સેક્ટરનો ખરાબ તબક્કો પસાર થઈ ગયો છે. ગ્રામીણ માગમાં સુધારો અને પુરવઠાના અવરોધો દૂર થવાથી આ ક્ષેત્રમાં હવે તેજી જોવા મળશે.

એક્સિસ સિક્યોરિટીઝે તાજેતરની નોંધમાં જણાવ્યું હતું કે તે ઓટો મોબાઈલ સેક્ટરમાં તેજી ધરાવે છે. આગામી સમયમાં આ સેક્ટરમાં માગમાં વધારો થવાની ધારણા છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં નવા લોન્ચથી સેક્ટરને ફાયદો થશે. આ સિવાય ઔદ્યોગિક અને બાંધકામ ક્ષેત્રે આવેલી તેજીને કારણે 2022-23માં કોમર્શિયલ વાહનોના વેચાણમાં પણ વધારો થશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સ્પાર્ક કેપિટલે એક નોંધમાં કહ્યું છે કે આ સમયે ગ્રામીણ અર્થવ્યવસ્થા ખૂબ જ સારા સંકેતો દેખાઈ રહી છે. ખરીફ પાક બમ્પર રહેવાની શક્યતા છે. પરંતુ જો રવિ પાકમાં નબળાઈ આવે તો ઓટો સેક્ટરની માંગ પર તેની અસર જોવા મળી શકે છે. બીજી તરફ, એડલવાઈસ સિક્યોરિટીઝ માને છે કે ઊંચા ફુગાવાના દરો, વ્યાજ દરોમાં વધારો, રોગચાળા પછીની રિકવરીમાં અસમાનતા એ કેટલાક પરિબળો છે જે ઓટો સેક્ટરના વોલ્યુમમાં કોઈપણ વધારા પર નકારાત્મક અસર કરી શકે છે. આ ઉપરાંત, સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે સેમિકન્ડક્ટરની અછત એક મોટો પડકાર બની રહેશે. નિષ્ણાતોનું માનવું છે કે આ પડકાર 2024 સુધીમાં તેની અસર બતાવી શકે છે.

Next Article