ગુજરાતના ચારેય શહેરોમાંથી રાત્રી કરફ્યુ દૂર કરવા હોટલ-રેસ્ટોરન્ટ ક્ષેત્રની માંગ

|

Dec 20, 2020 | 7:29 AM

કોરોનાની મહામારીમાં ગુજરાતના વિવિધ ઉદ્યોગ-ધંધા-રોજગાર ધીમે ધીમે બેઠા થઈ રહ્યાં છે. પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ હજુ પણ રાત્રી કરફ્યુને કારણે અસરગ્રસ્ત છે. ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા લાગુ પાડેલા રાત્રી કરફયુને કારણે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના હોટલ તેમજ રેસ્ટોરન્ટ ક્ષેત્ર પ્રભાવિત થયુ છે. ગેટ ટુ ગેધર, નાના મોટા પ્રસંગે […]

ગુજરાતના ચારેય શહેરોમાંથી રાત્રી કરફ્યુ દૂર કરવા હોટલ-રેસ્ટોરન્ટ ક્ષેત્રની માંગ

Follow us on

કોરોનાની મહામારીમાં ગુજરાતના વિવિધ ઉદ્યોગ-ધંધા-રોજગાર ધીમે ધીમે બેઠા થઈ રહ્યાં છે. પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ હજુ પણ રાત્રી કરફ્યુને કારણે અસરગ્રસ્ત છે. ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા લાગુ પાડેલા રાત્રી કરફયુને કારણે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના હોટલ તેમજ રેસ્ટોરન્ટ ક્ષેત્ર પ્રભાવિત થયુ છે. ગેટ ટુ ગેધર, નાના મોટા પ્રસંગે અપાતી પાર્ટી, લગ્ન સમારંભ વગેરે ના થતા  હોટલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રની હાલત કફોડી છે. હોટલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રની માંગ છે કે, ગુજરાતના ચારેય શહેરોમાંથી રાત્રી કરફ્યુ દુર કરાય. ખાસ કરીને જ્યા કોરોનાનો રોગચાળો નિયંત્રણમાં આવી ગયો છે તેવા શહેરમાં રાત્રી કરફ્યુ રદ કરવો જોઈએ.

Next Article