ક્રુડના ભાવ ત્રણ મહિનાના નીચલા સ્તરે, જાણો ક્યારે ઘટશે પેટ્રોલ અને ડીઝલના ભાવ

|

Aug 20, 2021 | 11:57 PM

દશેરા પહેલા સરકારોની આવકમાં બહુ સ્થિરતા જોવા મળશે નહીં. આવી પરીસ્થિતિમાં ઈંધણ પરના ટેક્સમાં ઘટાડો થવાની અપેક્ષા માત્ર તહેવારની આસપાસ જ જોવા મળે છે.

ક્રુડના ભાવ ત્રણ મહિનાના નીચલા સ્તરે, જાણો ક્યારે ઘટશે પેટ્રોલ અને ડીઝલના ભાવ
File Image

Follow us on

ક્રૂડ ઓઈલના ભાવ પર સતત દબાણ છે. આ અઠવાડિયે અત્યાર સુધી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 ટકા સુધીના ઘટાડા સાથે ભાવ ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. કોરોનાના વધતા જતા કેસો અંગે માંગ ચિંતિત છે. આ સિવાય ડોલરની મજબૂતીના કારણે ક્રૂડ ઓઈલ પર પણ દબાણ વધ્યું છે. ક્રૂડ ઓઈલની નીચી કિંમતોનો અર્થ એ છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના મોરચે રાહત મળી શકે છે.

 

છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લી વખત 17 જુલાઈએ પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે 17 જુલાઈએ પણ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલમાં નરમાઈના કારણે ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા વધી છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

 

દશેરા પહેલા ટેક્સમાં ઘટાડો થવાની શક્યતા નહીવત 

નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં સસ્તા ક્રૂડ ઓઈલને કારણે ભારતીય બાસ્કેટના ક્રૂડ પર 2થી 3 ડોલરની અસર જોવા મળશે. ભારતમાં તેલની કિંમતનું મુખ્ય કારણ કેન્દ્રની એક્સાઈઝ ડ્યુટી અને રાજ્યો દ્વારા લાદવામાં આવતો વેટ અને વેચાણવેરો છે. નજીકના ભવિષ્યમાં આમાં ઘટાડો થવાની કોઈ અપેક્ષા નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારો કર ઘટાડવાની સ્થિતિમાં નથી.

 

દશેરા પહેલા સરકારોની આવકમાં બહુ સ્થિરતા જોવા મળશે નહીં. આવી પરીસ્થિતિમાં ઈંધણ પરના ટેક્સમાં ઘટાડો થવાની અપેક્ષા માત્ર તહેવારની આસપાસ જ જોવા મળે છે. તે પહેલા અવકાશ ઓછો છે. એકંદરે, દશેરા સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે.

 

શું રીન્યુએબલ એનર્જી ક્રૂડ ઓઈલની જગ્યા લેશે?

ઓઈલ એન્ડ ગેસ માર્કેટ સાથે સંકળાયેલા એક નિષ્ણાત કહે છે કે ગ્રીન એનર્જીને લઈને થોડી મજબૂતી મળી છે.  પરંતુ હાલમાં કોઈ પણ દેશ પાસે ક્રૂડ ઓઈલનું સંપૂર્ણ રીપ્લેસમેન્ટ નથી. કુદરતી ગેસનો પણ કોઈ વિકલ્પ નથી. તેમાં કોઈ શંકા નથી કે રીન્યુએબલ એનર્જીની માંગ વધશે, પરંતુ તેમ છતાં તે સંપૂર્ણપણે ક્રૂડ ઓઈલની જગ્યા લઈ શકશે નહીં.

 

આગામી સમયમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાનો છે એ હકીકત છે. ક્રૂડ ઓઈલ સેગમેન્ટમાં રોકાણ પણ ઘટી ગયું છે. તેના બદલે ગ્રીન એનર્જી કંપનીઓમાં વધુ રોકાણ છે, જ્યારે તેલનો વપરાશ પણ ઘટવાનો નથી.

 

ત્રણ વર્ષમાં તેલની કિંમત 100 ડોલર સુધી પહોંચી શકે છે

ભારતમાં તેલનો વપરાશ સારો હોવો જોઈએ નહીં તો અર્થતંત્ર 6 ટકાના દરે વિકાસ કરી શકશે નહીં. આગામી ત્રણ વર્ષમાં તે જોઈ શકાય છે કે ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની આસપાસ પહોંચી જશે. આનું કારણ એ છે કે છેલ્લા બે વર્ષમાં ક્રૂડ ઓઈલ સેગમેન્ટમાં જેટલું રોકાણ થયું હતું તેટલું થયું નથી. હવે ગ્રીન એનર્જી વિશે સેન્ટિમેન્ટ આવશે. રિન્યુએબલનું પોતાનું મહત્વ છે, આવનારા ઘણા વર્ષો પછી આ પરીવર્તન જોઈ શકાય છે. પરંતુ અત્યારે તેલનો કોઈ વિકલ્પ નથી.

 

નજીકના ભવિષ્યમાં કોવિડના નવા વેરીએન્ટને કારણે કાચા તેલની માંગ ઘટી શકે છે. તેમ છતાં તેના ઉત્પાદનમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. ડોલરમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે. ડોલરમાં વધારો થવાથી કોમોડિટીમાં ઘટાડો જોવા મળી શકે છે.

 

આ પણ વાંચો :  Multibagger Stocks : આ IT સ્ટોકે 12 વર્ષમાં રોકાણકારોના 1 લાખ રૂપિયાને બનાવ્યા 68 લાખ, શું છે તમારા પોર્ટફોલિયોમાં ?

Next Article