Contract farming : હરિયાણામાં ખેડૂતો થઈ રહ્યાં છે માલામાલ, ખેડૂતોએ કર્યો 700 કરોડનો કરાર

|

Feb 05, 2021 | 4:11 PM

Contract farming : દેશમાં એક બાજું કૃષિ કાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજું હરિયાણામાં ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હેઠળ મોસંબીની ખેતી કરીને કરોડોની કમાણી કરી રહ્યા છે.

Contract farming : હરિયાણામાં ખેડૂતો થઈ રહ્યાં છે માલામાલ, ખેડૂતોએ કર્યો 700 કરોડનો કરાર
હરિયાણામાં ખેડૂતો થઈ રહ્યાં છે માલામાલ

Follow us on

Contract Farming : દિલ્હીમાં હરિયાણા અને પંજાબના ખેડૂતો લગભગ છેલ્લા 60 દિવસથી કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધના આ કારણમાં એક કારણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ છે. દેશમાં એક બાજું કૃષિ કાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજું હરિયાણામાં ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હેઠળ મોસંબીની ખેતી કરીને કરોડોની કમાણી કરી રહ્યા છે.

SFAC દ્વારા 700 કરોડનો કરાર
હરિયાણાના સિરસામાં મોસંબી પકવતા ખેડૂતોએ લધુ કૃષક કૃષિ વ્યાપાર સંઘ – SFAC દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંતર્ગત ખાનગી કંપની સાથે રૂ.700 કરોડના કરાર કર્યા છે. હરિયાણામાં હાલ 486 કિસાન ઉત્પાદક સંગઠન -FPO છે. આ તમામ FPO કંપની અધનિયમ 2013 હેઠળ રજીસ્ટર્ડ છે. હરિયાણામાં લગભગ 76 હજાર ખેડૂતો આ FPO સાથે જોડાયેલા છે. આ તમામ FPOએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંતર્ગત લધુ કૃષક કૃષિ વ્યાપાર સંઘ – SFAC દ્વારા ખાનગી કંપની સાથે રૂ.700 કરોડના કરાર કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

700 ટન મોસંબી ખરીદશે ખાનગી કંપનીઓ
SFACના પ્રબંધ નિર્દેશક ડો.અર્જુન સિંહ સૈનીએ કહ્યું કે હાલમાં જ વિવિધ ખાનગી કંપનીઓએ હરિયાણાના મોસંબીના ખેડૂતો FPO સાથે 700 ટન મોસંબીના કરાર કર્યા છે. જેમાં

બી. એન. ઇન્ટરનેશનલ – 200 ટન
રોશનલાલ એન્ડ કંપની – 100 ટન
ફ્રેશ પ્રોડ્યુસ વેલ્યૂ ક્રીએશન પ્રાઇવેટ લિમિટેડ – 100 ટન
યુનિકલીક એગ્રી બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ – 200 ટન
ઓલ ફ્રેશ સપ્લાય મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ – 100 ટન

આ ખાનગી કંપનીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હેઠળ હરિયાણાના ખેડૂતો પાસેથી મોસંબી ખરીદી દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મેટ્રો સીટીમાં મોસંબી સપ્લાય કરશે. જેનાથી હરિયાણાના મોસંબી પકવતા ખેડૂતોને કરોડોની કમાણી થશે. નવા ખેડૂત કાયદાઓનો અને ખાસ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ હરિયાણાના આ ખેડૂતોની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી થતી કરોડોની આવક અંગે વિચારવું જોઇએ.

Published On - 4:07 pm, Fri, 5 February 21

Next Article