Commodity Market today: ક્રૂડ ઓઈલના ભાવ 1 દિવસમાં 2% વધ્યા, સોના-ચાંદીમાં પણ વધી ચમક

|

Jul 14, 2023 | 7:31 PM

Commodity Market :ક્રૂડ 3 મહિનાની ઊંચાઈએ પહોંચી ગયું છે. કાચા તેલની કિંમત 1 દિવસમાં 2% વધી છે. બ્રેન્ટની કિંમત $82ની નજીક પહોંચી ગઈ છે, જ્યારે WTIની કિંમત $77ને પાર કરી ગઈ છે. આ દરમિયાન MCX પર કાચા તેલની કિંમત 6300ને પાર પહોંચી ગઈ છે. MCX પર 4 દિવસમાં કાચા તેલની કિંમત લગભગ 5% વધી છે. હકીકતમાં, ડૉલર ઇન્ડેક્સમાં દબાણ ક્રૂડ ઓઇલના ભાવને સમર્થન આપી રહ્યું છે.

Commodity Market today: ક્રૂડ ઓઈલના ભાવ 1 દિવસમાં 2% વધ્યા, સોના-ચાંદીમાં પણ વધી ચમક
Commodity Market today

Follow us on

Commodity Market:ક્રૂડ 3 મહિનાની ઊંચાઈએ પહોંચી ગયું છે. કાચા તેલની કિંમત 1 દિવસમાં 2% વધી છે. બ્રેન્ટની કિંમત $82ની નજીક પહોંચી ગઈ છે, જ્યારે WTIની કિંમત $77ને પાર કરી ગઈ છે. આ દરમિયાન MCX પર કાચા તેલની કિંમત 6300ને પાર પહોંચી ગઈ છે.

MCX પર 4 દિવસમાં કાચા તેલની કિંમત લગભગ 5% વધી છે. હકીકતમાં, ડૉલર ઇન્ડેક્સમાં દબાણ ક્રૂડ ઓઇલના ભાવને સમર્થન આપી રહ્યું છે. ડૉલર ઇન્ડેક્સ 16 મહિનાની નીચી સપાટીએ સરકી ગયો. ડૉલર ઇન્ડેક્સ 100ની નીચે સરકી ગયો છે.

આ પણ વાંચો : Commodity Market today : સોનાની આયાત પર પ્રતિબંધ, સોનું 3 સપ્તાહની ટોચ પર પહોંચ્યું, જાણો ક્રૂડ ઓઈલની કિંમત

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બીજી તરફ અમેરિકામાં ઘટતી મોંઘવારીથી ક્રૂડ ઓઈલને ટેકો મળ્યો છે. યુ.એસ.માં કોર PPI અપેક્ષા કરતા ઓછો હતો અને કોર PPI જૂનમાં ઘટીને 2.4% થયો હતો. અહીં ચીનની આયાત 3 વર્ષની ઊંચાઈએ પહોંચી ગઈ છે. જેના કારણે કાચા તેલની કિંમતોને ટેકો મળી રહ્યો છે. તે જ સમયે, IEA વૈશ્વિક માંગમાં વધારો થવાની અપેક્ષા રાખે છે.

સોનાની ચમક વધી

સોનું એક મહિનાની ટોચે પહોંચી ગયું છે જ્યારે ચાંગી 9 સપ્તાહની ટોચે જોવા મળી રહ્યું છે. દરમિયાન યુ.એસ.માં જૂનનો ફુગાવાનો દર ઘટ્યો છે. કોમેક્સ પર સોનાનો ભાવ $1960ને પાર કરી ગયો છે. જ્યારે MCX પર સોનાનો ભાવ 59300 ની નજીક પહોંચી ગયો છે. યુએસમાં મોંઘવારી ઘટવાના કારણે સોનાને ટેકો મળી રહ્યો છે. જૂનમાં કોર PPI ઘટીને 2.4% થયો હતો. જ્યારે ડૉલર ઇન્ડેક્સ 16 મહિનાના તળિયે પહોંચી ગયો છે. બજારને યુએસમાં જુલાઈના દરમાં વધારો થવાની અપેક્ષા નથી. જેના કારણે સોના-ચાંદીના ભાવને ટેકો મળી રહ્યો છે.

અહીં વિદેશી બજારમાં સોનું 1,961.79 ડોલર પ્રતિ ઔંસ હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.1 ટકા વધીને $1,965 પ્રતિ ઔંસ પર હતું. મતલબ કે આ સપ્તાહે સોનામાં લગભગ 2 ટકાનો વધારો થયો છે. 14 જુલાઈએ ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. તે 24.84 ડોલર પ્રતિ ઔંસ પર હતો. ચાંદી માટે પણ આ સપ્તાહ સારું રહ્યું. માર્ચ પછી આ સપ્તાહે ચાંદીમાં સૌથી વધુ મજબૂતી જોવા મળી હતી.

Next Article