Muhurat Trading Updates: મુહર્ત ટ્રેડીંગમાં બજારમાં જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ 60 હજારને પાર

|

Nov 04, 2021 | 6:50 PM

આજથી હિન્દી કેલેન્ડર શરૂ થઈ રહ્યું છે. આજે હિન્દી સંવત 2078 નો પ્રારંભ થયો છે. રોકાણકારો આ દિવસે શુભ ખરીદી કરે છે.

Muhurat Trading Updates:  મુહર્ત ટ્રેડીંગમાં બજારમાં જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ 60 હજારને પાર
આજે હિન્દી સંવત 2078 નો પ્રારંભ થયો છે.

Follow us on

Diwali Muhurat Trading 2021:  મુહૂર્ત ટ્રેડિંગના અવસર પર શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આજે બજાર 436 અંકના વધારા સાથે 60207 ના સ્તર પર ખુલ્યું છે. સવારે 6.15 વાગ્યે સેન્સેક્સ 436 પોઈન્ટના વધારા સાથે 60 હજારને પાર કરીને 60207ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. દિવાળીના શુભ અવસર પર શેરબજાર એક કલાક માટે ખુલે છે. આ મુહૂર્ત ટ્રેડિંગ તરીકે ઓળખાય છે.

હાલમાં શેરબજારના ટોપ-30માં સામેલ તમામ શેર ઝડપથી ટ્રેડ કરી રહ્યા છે. બજાજ ફાયનાન્સિયલ સર્વિસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડસઈન્ડ બેંક આ સમયે ટોપ ગેઈનર્સ છે. ICICI બેન્ક, ડૉ. રેડ્ડી અને HDFCમાં સૌથી ઓછી તેજી જોવા મળી રહી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

બધા શેરોમાં જોવા મળી તેજી

આજથી હિન્દી કેલેન્ડર શરૂ થઈ રહ્યું છે. આજે હિન્દી સંવત 2078 નો પ્રારંભ થયો છે. રોકાણકારો આ દિવસે શુભ ખરીદી કરે છે. પ્રી-ઓપન સેશનમાં માર્કેટમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સમયે સેન્સેક્સ 60 હજારની ઉપર 429 પોઈન્ટના ઉછાળા સાથે 60201ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.નિફ્ટી 103 પોઈન્ટના ઉછાળા સાથે 17933ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

જાણો મુહૂર્ત ટ્રેડિંગ શું છે?

દિવાળી સાથે નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આ વખતે દિવાળી સાથે સંવત 2077ની શરૂઆત થવા જઈ રહી છે. ભારતીય પરંપરા અનુસાર દેશના ઘણા ભાગોમાં દિવાળી નવા નાણાકીય વર્ષની શરૂઆત કરે છે. આ શુભ મુહૂર્તમાં શેરબજારના વેપારીઓ ખાસ શેરમાં વેપાર કરે છે તેથી તેને મુહૂર્ત ટ્રેડિંગ પણ કહેવામાં આવે છે.

નિષ્ણાતો શું કહે છે?

બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર મુહૂર્ત ટ્રેડિંગ દિવસોમાં વેપારીઓ ભારે રોકાણ કરે છે. પરંપરાગત રીતે પ્રથમ ઓર્ડર ખરીદીનો હોય છે. જો આપણે પાછલા વર્ષોમાં આ સમય દરમિયાન બજારની કામગીરી પર નજર નાખીએ, તો મોટા ભાગના પ્રસંગોએ શેરબજાર મુહૂર્ત ટ્રેડિંગના દિવસે દાયરામાં જ રહ્યું છે. બીજી તરફ બજારમાં પણ થોડા સમય માટે તેજી જોવા મળે છે.

જાણો આ દિવસે શા માટે થાય છે ટ્રેડિંગ?

મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. મોટાભાગના રોકાણકારો આ એક કલાકના ટ્રેડિંગ સેશન દરમિયાન સ્ટોક ખરીદે છે. મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા લાંબો ઇતિહાસ ધરાવે છે. દર વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ માટે એક નિશ્ચિત સમય હોય છે. રોકાણકારો આ શુભ અવસર પર મૂલ્ય આધારિત શેરો ખરીદે છે.

આ પણ વાંચો :  Paytm IPO : દેશનો સૌથી મોટો IPO 8 નવેમ્બરે ખુલશે, જાણો શું છે GMP

Published On - 6:31 pm, Thu, 4 November 21

Next Article