કોલસો કાઢવાની ક્ષમતા વધારવા માટે કોલ ઇન્ડિયા રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 19,650 કરોડનું રોકાણ કરશે

|

Nov 30, 2021 | 5:01 PM

Coal India Limited : કોલ ઈન્ડિયા લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી પ્રોજેક્ટ્સ કંપનીને તેના નવા અને જૂના ખાણ વિસ્તારોમાંથી કોલસાના વધેલા જથ્થાને રેલ મારફતે હાલની ક્ષમતા કરતાં વધારે માત્રામાં ખસેડવામાં મદદ કરશે.

કોલસો કાઢવાની ક્ષમતા વધારવા માટે કોલ ઇન્ડિયા રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 19,650 કરોડનું રોકાણ કરશે
Coal India Limited

Follow us on

જાહેર ક્ષેત્રની કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (Coal India Limited) તેના રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અંદાજિત રૂ. 19,650 કરોડનું રોકાણ કરશે. કંપનીએ મંગળવારે આ જાણકારી આપી. આ પગલા સાથે, રેલવે દ્વારા કંપનીની કોલસો કાઢવાની ક્ષમતા નાણાકીય વર્ષ 2023-24 સુધીમાં વાર્ષિક 330 મિલિયન ટન વધી જશે, કારણ કે આ સમયગાળા દરમિયાન ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.

7,994 કરોડના મૂડી રોકાણ સાથે ત્રણ રેલવે લાઇનનું નિર્માણ
કોલ ઈન્ડિયા લિ. (CIL) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી પ્રોજેક્ટ્સ કંપનીને તેના નવા અને જૂના માઇનિંગ વિસ્તારોમાંથી કોલસાના વધેલા જથ્થાને રેલ મારફતે, હાલની ક્ષમતા કરતાં વધુ અને વધુ ખસેડવામાં મદદ કરશે. આમાંથી કેટલાક પહેલેથી જ કાર્યરત છે. કોલ માઇનિંગ કંપની તેના પોતાના ભંડોળમાંથી થાપણોના આધારે રૂ. 7,994 કરોડની અંદાજિત મૂડી સાથે CCL અને MCLમાં ત્રણ મહત્વપૂર્ણ રેલવે લાઇનનું નિર્માણ કરી રહી છે. તેમની કોલસા પરિવહન ક્ષમતા વાર્ષિક 170 મિલિયન ટન હશે.

વધુમાં કંપનીએ છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા સાથે રૂ. 11,656 કરોડના મૂડી ખર્ચે ચાર રેલ સંયુક્ત સાહસોની રચના કરી છે, જે વાર્ષિક 16 મિલિયન ટન કોલસાના પરિવહનમાં મદદ કરશે. સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિ. (CCL) મહાનદી કોલફિલ્ડ્સ લિ. (MCL) અને સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિ. (SECL) આ ત્રણેય કોલ ઈન્ડિયા લિમિટેડ ની પેટાકંપનીઓ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ક્યાં કેટલું રોકાણ કરશે કોલ ઇન્ડિયા ?
આ પ્રસ્તાવિત ખર્ચમાંથી કોલ ઈન્ડિયા 2023-24 સુધીમાં
1)કોલસો કાઢવા માટે રૂ. 32,696 કરોડ,
2)ખાણ માળખા પર રૂ. 25,117 કરોડ અને
3)પ્રોજેક્ટ વિકાસ પર રૂ. 29,461 કરોડનું રોકાણ
4)વૈવિધ્યકરણ અને સ્વચ્છ કોલસાની ટેક્નોલોજી પર રૂ. 32,199 કરોડ,
5)સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. 1,495 કરોડ
6)સંશોધન પ્રવૃત્તિઓ પર રૂ. 1,893 કરોડનું રોકાણ કરશે.

માહિતી અનુસાર, કુલ 500 પ્રોજેક્ટ્સ માટે 1.22 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

પાવર સેક્ટરમાં કોલસાની સપ્લાયમાં 23 ટકાનો વધારો થયો
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં એટલે કે એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં કોલ ઈન્ડિયા લિમિટેડના પાવર સેક્ટરમાં કોલસાની સપ્લાય 22.7 ટકા વધીને 2917 મિલિયન ટન થઈ ગઈ છે. કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઓક્ટોબર મહિના માટે કેબિનેટને આપવામાં આવેલા સંક્ષિપ્ત અહેવાલમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. ગત નાણાકીય વર્ષના એપ્રિલ-ઓક્ટોબરના સમયગાળામાં કોલ ઈન્ડિયા લિમિટેડના પાવર સેક્ટરમાં કોલસાનો સપ્લાય 23.77 મિલિયન ટન હતો.

આ પણ વાંચો : SCએ કહ્યું, વિજય માલ્યાની રાહ ન જોઈ શકાય, 18 જાન્યુઆરીએ અવમાનના કેસમાં સજા પર સુનાવણી

 

Next Article