Closing Bell : સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શેર બજાર(Share Market)માં જોરદાર ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે શેરબજાર મજબૂત સ્થિતિ સાથે બંધ થયા હતા.બજારના બંને ઇન્ડેકસે 0.6 ટકા વૃદ્ધિ દર્જ કરી સાપ્તાહિક કારોબાર સમાપ્ત કર્યો હતો.
ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર સૂચકઆંક વૃદ્ધિ
સેન્સેક્સ 51,422.88 +307.66
નિફટી 15,435.65 +97.80
આજના કારોબારના અંતે સેન્સેક્સ 308 પોઇન્ટ એટલે કે 0.60% વધીને 51,423 પોઇન્ટ પર બંધ રહ્યો છે. એનએસઈનો નિફ્ટીપણ 98 અંક મુજબ 0.64% વધારા સાથે 15,436 ની સપાટીએ બંધ થયો છે. એનર્જી, સરકારી બેંકો અને મેટલ શેરોમાં સારી ખરીદીથી બજારને ટેકો મળ્યો છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ 6% જ્યારે સન ફાર્મામાં 4.25% નો ઘટાડો દર્જ થયો છે.
સવારે બજારમાં સારી શરૂઆત થઈ હતી. નિફટી ગઈકાલના બંધ સ્તરથી 83.35 અંક વધીને 15,421 ના સ્તરે ખુલ્યો હતો. આજના ટ્રેડિંગ દરમિયાન 15,469.65 પોઇન્ટને પણ સ્પર્શી ગયો છે જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર છે. સેન્સેક્સ 266.05 પોઇન્ટના ઉછાળા સાથે 51,381 પર ખુલ્યો હતો. ગઈકાલે ગુરુવારે સેન્સેક્સ. 97.70 પોઇન્ટ વધીને 51,115.22 પર અને નિફ્ટી. 36.40 પોઇન્ટ વધીને 15,337.85 પર બંધ થયા હતા.
આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 115,435ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 51422.88 પર સાપ્તાહિક કારોબાર પૂર્ણ કર્યો હતો. . આજના કારોબારમાં નિફ્ટીએ 15,469.65 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 51,529.32 સુધી ઉપલું સ્તર દર્જ કર્યું હતો.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.12 ટકા લપસીને 21,661.83 ના સ્તર પર બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.48 ટકાની નબળાઈની સાથે 23,478.69 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.13 ટકાના વધારાની સાથે 35,141.45 ના સ્તર પર બંધ થયા છે.
આજના કારોબારની હાઇલાઇટ્સ
SENSEX
Open 51,381.27
High 51,529.32
Low 51,258.69
52-wk high 52,516.76
NIFTY
Open 15,421.20
High 15,469.65
Low 15,394.75
52-wk high 15,469.65