Closing Bell : સારી ખરીદારીના પગલે શેરબજાર તેજી સાથે બંધ થયું, SENSEX 358 અને NIFTY 102 અંક ઉછળ્યા

|

Jun 10, 2021 | 4:40 PM

આજે ભારતીય શેરબજાર(Stock Market)માં સારી ખરીદારી જોવા મળી હતી. બે દિવસ બજાર નરમાશ સાથે બંધ થયા(Closing Bell) બાદ આજે તેજી દર્જ થઇ હતી. સેન્સેક્સ(Sensex) અને નિફટી(Nifty) લીલા નિશાન ઉપર બંધ થયા હતા.

Closing Bell : સારી ખરીદારીના પગલે શેરબજાર તેજી સાથે બંધ થયું, SENSEX 358 અને NIFTY 102 અંક ઉછળ્યા
Stock Market

Follow us on

આજે ભારતીય શેરબજાર(Stock Market)માં સારી ખરીદારી જોવા મળી હતી. બે દિવસ બજાર નરમાશ સાથે બંધ થયા(Closing Bell) બાદ આજે તેજી દર્જ થઇ હતી. શેરબજારના બંને મુખ ઇન્ડેક્સ સેન્સેક્સ(Sensex) અને નિફટી(Nifty) લીલા નિશાન ઉપર બંધ થયા હતા. આજે સવારથીજ બજારમાં તેજીનો ટ્રેન્ડ નજરે પડી રહ્યો હતો જે કારોબાર સમાપ્ત થતા સુધી જળવાઈ રહ્યો હતો.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 
બજાર         સૂચકઆંક             વધારો
સેન્સેક્સ    52,300.47   +358.83 
નિફટી       15,737.75     +102.40 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

આજના કારોબારના અંતે સેન્સેક્સ 359 અંક એટલે કે 0.68% વધીને 52300 પોઇન્ટ પર બંધ થયો હતો જયારે નિફ્ટીએ 102 પોઇન્ટ મુજબ 0.65% વધીને 15,738 કારોબાર  પૂર્ણ કર્યો હતો. નિફ્ટીનો મિડ કેપ ઈન્ડેક્સ 1.55% વધ્યો હતો તો સ્મોલ કેપ ઈન્ડેક્સ લગભગ 1.66% ઉછાળો દર્જ કરવામાં સફળ રહ્યો હતો.

આ અગાઉના સત્રમાં ગઈકાલે બુધવારે કારોબારના અંતે સેન્સેક્સ 333 અંક મુજબ 0.64% નીચે 51,941 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ઇન્ડેક્સમાં 730 પોઇન્ટનો ઉતાર – ચઢાવ દેખાયો હતો. નિફ્ટી ઇન્ડેક્સમાં 104 અંક એટલે કે 0.67% ઘટાડો થયો હતો. સૂચકઆંક 15,635 પોઇન્ટ સુધી ગગડીને બંધ થયો હતો. નિફટી ટ્રેડિંગ દરમિયાન 15,800 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

આજે એશિયન બજારો સાથે ભારતીય બજારે પણ જોરદાર શરૂઆત કરી હતી. લગભગ 150 પોઇન્ટના વધારા સાથે ખુલ્યા બાદ સેન્સેક્સ કારોબાર દરમિયાન 52,346 પોઇન્ટ સુધી ઉછળ્યો હતો. નિફ્ટી લગભગ 50 પોઇન્ટની મજબૂતાઈ સાથે 15,692 પોઇન્ટની સપાટીએ ખુલ્યો હતો જે ટ્રેડિંગ દરમિયાન 15,751 પોઇન્ટની સપાટીએ ઉપલા સ્તરે નોંધાયો હતો નિફ્ટીનો ઓલ-ટાઇમ હાઈ 15,800 પોઇન્ટ છે.

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.26 ટકા ઉછળીને 22,895.06 ના સ્તર પર બંધ થયા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.73 ટકાની મજબૂતીની સાથે 25,015.89 પર બંધ થયા છે.બેન્ક નિફ્ટી 0.95 ટકાના વધારાની સાથે 35,131.20 ના સ્તર પર બંધ થયો છે.

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો નબળાઇ સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 8 પૈસા ઘટીને 73.05 પર બંધ થયો છે જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ડોલર સામે ભારતીય રૂપિયો 72.97 બંધ થયો હતો.

આજના કારોબારની હાઇલાઈટ્સ 
SENSEX
Open 52,143.90
High 52,346.35
Low 51,957.92

NIFTY
Open 15,692.10
High 15,751.25
Low 15,648.50

 

Next Article