CBICનું સ્પષ્ટીકરણ, કંપની તરફથી કર્મચારીઓને મળતી સુવિધાઓ પર લાગુ નહી થાય GST

|

Jul 08, 2022 | 9:54 AM

નોકરી દરમિયાન કર્મચારીઓને કંપની દ્વારા આપવામાં આવતી મફત ચા-કોફી, કેન્ટીન સુવિધાઓ, ફ્રી પાર્કિંગ, જર્નલ સબસ્ક્રિપ્શન, મેડિકલ ઈન્સ્યોરન્સ (medical insurance) વગેરે જેવી ફ્રી સુવિધાઓ પર GST લાગુ થશે નહીં.

CBICનું સ્પષ્ટીકરણ, કંપની તરફથી કર્મચારીઓને મળતી સુવિધાઓ પર લાગુ નહી થાય GST
GST (Symbolic Image)

Follow us on

નોકરી દરમિયાન કર્મચારીઓને (Employees) કંપની દ્વારા આપવામાં આવતી મફત ચા-કોફી, કેન્ટીન સુવિધાઓ, ફ્રી પાર્કિંગ, જર્નલ સબસ્ક્રિપ્શન, મેડિકલ ઈન્સ્યોરન્સ (Medical Insurance) વગેરે જેવી મફત સુવિધાઓ પર GST લાગુ થશે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC- Central Board of Excise and Customs) એ તેના પ્રાદેશિક અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલી સ્પષ્ટતાના જવાબમાં કર્મચારીઓને ‘ટેક્સએબિલીટી ઓફ પરક્વિઝિટ્સ ‘ પર આ પરિપત્ર જાહેર કર્યો છે.

GST સંબંધિત આ નિયમો જુલાઈ, 2017થી લાગુ છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા આ સ્પષ્ટતા બાદ આશા છે કે આ મામલે ચાલી રહેલા હંગામાનો પણ હવે અંત આવશે. બોર્ડે સ્પષ્ટ કર્યું કે આ કોઈ નવી વાત નથી, પરંતુ GSTનો આ નિયમ જુલાઈ 2017થી લાગુ થશે. સેન્ટ્રલ બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે વિભાગીય ઓડિટ અને આકારણીના પરિણામે ચૂકવવાપાત્ર GST પણ રોકડ ચુકવણી કરવાને બદલે GST ક્રેડિટનો ઉપયોગ કરીને કરી શકાય છે, આ પગલું ઘણા વ્યવસાયોને ટેક્સ ક્રેડિટ એકત્રિત કરવામાં મદદ કરશે.

કર્મચારીઓને મળતી સુવિધાઓ પર જીએસટીને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા

તમને જણાવી દઈએ કે એક સંસ્થા દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવતી સુવિધાઓ પર GSTને લઈને વિવિધ પ્રશ્નો અને મૂંઝવણો હતી. સેન્ટ્રલ બોર્ડની સ્પષ્ટતા બાદ કર્મચારીઓને મળતી સુવિધાઓને લગતા તમામ પ્રશ્નો અને મૂંઝવણો દૂર થઈ જશે તેવી અપેક્ષા છે. અગાઉ, વર્ષ 2017 માં, સીબીઆઈસીએ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ જ વાત કહી હતી. પરંતુ ઔપચારિક પરિપત્રના કારણે અનેક પ્રશ્નો ઉભા થયા હતા.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

આ તરફ બ્રાન્ડ વગરની ખાદ્ય વસ્તુઓ પર ટેક્સ પરત લેવા વેપારીઓની માંગ

દેશના વેપારી સંગઠનોએ ચિહ્નિત ખાદ્ય ઉત્પાદનો, માખણ, દહીં, લસ્સી વગેરેને 5 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અને અન્ય ખાદ્ય સંસ્થાઓએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી નાના ઉત્પાદકો અને વેપારીઓ સામે મોટી બ્રાન્ડનો વેપાર વધશે અને સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વધુ મોંઘી થશે. અત્યાર સુધી બ્રાન્ડેડ ન હોય તેવી વિશેષ ખાદ્ય ચીજો, અનાજ વગેરેને GSTમાંથી મુક્તિ આપવામાં આવી હતી. કાઉન્સિલના આ નિર્ણયથી પ્રી-પેકેજ, પ્રી-લેબલવાળી વસ્તુઓને હવે GSTના કર નેટ હેઠળ લાવવામાં આવી છે.

Next Article