Budget 2022: એસોચેમ એ NBFC સેક્ટર માટે કાયમી રિફાઇનાન્સ વિંડો બનાવવાનુ આપ્યુ સુચન

|

Jan 09, 2022 | 6:52 PM

એસોચેમે જણાવ્યું હતું કે, નેશનલ હાઉસિંગ બેંકની તર્જ પર NBFC માટે સીધા કેન્દ્રીય બેંક પાસેથી પુનઃધિરાણની વ્યવસ્થા કરવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે.

Budget 2022: એસોચેમ એ NBFC સેક્ટર માટે કાયમી રિફાઇનાન્સ વિંડો બનાવવાનુ આપ્યુ સુચન
એસોચેમે NBFC સેક્ટર માટે કાયમી ચુકવણીની વ્યવસ્થાની હિમાયત કરી હતી.

Follow us on

ઇન્ડસ્ટ્રી બોડી એસોચેમે (Assocham) આગામી સામાન્ય બજેટમાં (Union Budget) NBFC સેક્ટર માટે રિફાઇનાન્સિંગ સિસ્ટમ બનાવવા અને તેમને અગ્રતા સેક્ટર હેઠળ બેન્કો પાસેથી લોન ઉપલબ્ધ કરાવવાનું સૂચન કર્યું છે. એસોચેમે બજેટ પહેલાની તેની ભલામણોમાં સરકારને જણાવ્યું હતું કે નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) માટે ધિરાણ સપોર્ટ સેક્ટરમાં તરલતા સુનિશ્ચિત કરશે. આ ક્ષેત્ર નાણાકીય સમાવેશ અને સુવિધાજનક નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સરકાર 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. ઇન્ડસ્ટ્રી બોડીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં NBFC સેક્ટરમાં બાહ્ય પરિબળોને કારણે લિક્વીડીટીની તંગી જોવા મળી છે. આવી સ્થિતિમાં વાજબી કિંમતે નાણાં ઉછીના લેવાની તેમની ક્ષમતાને અસર થઈ છે.

એસોચેમે જણાવ્યું હતું કે, નેશનલ હાઉસિંગ બેંક (જે હોમ ફાઇનાન્સ કંપનીઓ અથવા એચએફસીને પુનર્ધિરાણ કરે છે) ની તર્જ પર NBFC માટે ડાયરેક્ટ સેન્ટ્રલ બેંક પુનઃધિરાણ વ્યવસ્થાની લાંબા સમયથી માંગણી કરી રહી છે. નાણા અંગેની સંસદીય સ્થાયી સમિતિએ જૂન 2003માં NBFC માટે નવી પુનર્ધિરાણ સંસ્થાની રચના કરવાની ભલામણ કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બેંકો તરફથી પ્રાથમિકતા વાળા ક્ષેત્ર હેઠળ મળે લોન

ઉદ્યોગ મંડળે સૂચન કર્યું હતું કે NBFC ને બેન્કો પાસેથી પ્રાથમિકતા ક્ષેત્રની લોન મળવી જોઈએ. મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું હતું કે, NBFC નાણાકીય સમાવેશમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને બેંકીંગ સુવિધા સાથે ન જોડાયેલા લોકોને અનુકૂળ નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. તેથી અમે સુચન આપીએ છીએ કે, આ વ્યવસ્થા હેઠળ બેન્કો દ્વારા પ્રાથમિકતા ક્ષેત્રને આપવામાં આવતા ઉધારના 10 ટકા ઉપલબ્ધ કરાવી શકાય છે.

કોવિડ-19 મહામારીએ ગ્રામીણ બેંકોને પ્રતિકૂળ અસર કરી છે. આને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ બેંકો માટે કૃષિ, MSME અને હાઉસિંગ માટેના ધિરાણ માટે NBFCsને પ્રાથમિકતા ક્ષેત્રની લોન આપવાનું ફરજિયાત બનાવ્યું હતું. ઇન્ડસ્ટ્રી બોડીએ સૂચન કર્યું હતું કે,  પ્રાથમિકતાવાળા ક્ષેત્ર હેઠળ એનબીએફસીને બેન્કોને લોનને સ્થાયી બનાવવી જોઈએ.

આ ઉપરાંત, તેણે સરકારને NBFC માટે વૈકલ્પિક રોકાણ ફંડ સ્થાપવાની પણ ભલામણ કરી છે. બેંકો પર વધુ પડતી નિર્ભરતા ઘટાડવા માટે નાણાંકીય સંસ્થાઓ સાથે રેમિટન્સ મિકેનિઝમ સ્થાપિત કરવા માટે સિક્યોર્ડ બોન્ડ ઇશ્યુ કરવાનો છે.

NBFC ને નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs/બોન્ડ્સ) જાહેર કરીને, પ્રાઈવેટ પ્લેસમેન્ટ તેમજ સાર્વજનિક ઈસ્યુ દ્વારા, ફ્લેક્સીબલ ટેન્યોર અને દરો સાથે ભંડોળ ઊભું કરવાની છૂટ છે. જ્યારે પ્રાઈવેટ પ્લેસમેન્ટમાં રોકાણકારોની સંખ્યા, ઈશ્યુની આવર્તન વગેરે પર મોટા નિયંત્રણો છે. બોન્ડનો જાહેર ઇશ્યુ ખૂબ ખર્ચાળ, કપરું અને ઈનફ્લેક્સિબલ હોય છે.

આ પણ વાંચો :  CNG, PNG Price Hike: CNG અને PNG ગેસના ભાવ ત્રણ અઠવાડિયામાં બીજી વખત વધ્યા, અહીં ચેક કરો નવા ભાવ

Next Article